________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
ને એના તરફના ભાવ, અભાવ કરી દો, તો એ આત્મ વીર્ય વધે. ભૌતિક સુખોનો અભાવ કરે તો આત્મ વીર્ય વધે. આત્મ વીર્ય ખલાસ થયું છે એનું કારણ શું ? ભૌતિક સુખમાં જ રાચે છે નિરંતર. એને પછી આત્મ વીર્ય ખલાસ થઈ જાય. નહીં તો પછી જ્ઞાની પુરુષની પાસે જવું, એટલે તને સંપૂર્ણ આત્મ વીર્યવાન બનાવી શકે.
આત્મશક્તિઓને તો આત્મ વીર્ય કહેવાય. આત્મ વીર્ય ઓછું હોય તો તેનામાં નબળાઈ ઉત્પન્ન થાય, ક્રોધ-માન-માયા-લોભ ઉત્પન્ન થાય. અહંકારને લઈને આત્મ વીર્ય તૂટી જાય. તે જેમ જેમ અહંકાર ઓગળે તેમ તેમ આત્મ વીર્ય ઉત્પન્ન થતું જાય. જ્યારે જ્યારે આત્મ વીર્ય ઘટતું લાગે ત્યારે પાંચ-પચીસ વખત મોટેથી બોલવું કે “અનંત શક્તિવાળો છું એટલે શક્તિ ઉત્પન્ન થાય. તૂટે વીર્યંતરાય તો પ્રગટે આત્મ વીર્ય, અંતે અતંત વીર્ય પ્રશ્નકર્તા અને અનંત વીર્ય કેવી રીતે પ્રગટ થાય ?
દાદાશ્રી : ભગવાન શું કહે છે કે જ્યારે અંતરાય તૂટે, ત્યારે અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય પ્રગટ થાય. તો આ વીર્ય શેના આધારે છે ? “હું કરું છું, પણ થતું નથી.” અલ્યા ! એ વીઆંતરાય છે. એના અંતરાય પાડ્યા છે. જેમાં ને તેમાં અંતરાય પાડ્યા છે. હવે એને સમજણ હોત તો ના પાડત. પણ હવે કોણ સમજણ પાડે એને ? આ સમજણ જ નથી એટલે આ સ્થિતિ છે. એટલે હું તમને શું કહું છું ? બધા અંતરાય તૂટ્યાનો રસ્તો કરી આપ્યો છે મેં તમને. આ બધી આજ્ઞા આપી છે કે, તે બધા અંતરાય તૂટી જાય.
આત્મા તમને આપ્યો. હવે આત્મ વીર્ય પ્રગટ થશે ને પહેલા અંતરાય હતો. વીઆંતરાય હતો, અનંત વીર્યનો જે અંતરાય હતો તે તૂટશે હવે. કૃપાળુદેવે કહ્યું છે ને, “સર્વ ભાવ જ્ઞાતા-દ્રષ્ટા સહ શુદ્ધતા.” તમામ પ્રકારના જ્ઞાતા-દ્રષ્ટા ભાવ જ રહે, શુદ્ધતાના. અને “કૃતજ્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.” અનંત વીર્ય કહે છે કે જે વીર્ય છે તે, વીઆંતરાય બાંધ્યા'તા, તે બધા તૂટીને અનંત વીર્ય ઉત્પન્ન થાય.