________________
(૩.૩) અનંત વીર્ય
૭૭
પ્રશ્નકર્તા: એટલે પોતાના આત્માના ગુણોમાં રમમાણ (લીન) થાય ? આત્માના ગુણોમાં નિરંતર રમી રહેલો હોય એ અનંત વીર્ય ગણાય ?
દાદાશ્રી : એ તો જ્ઞાનીય રહી શકે, અનંત વીર્ય આવું ના હોય. અનંત વીર્ય તો આમ હાથ મૂકે તોય કંઈનું કંઈ (ફેરફાર) થઈ જાય ! અનંત વીર્ય !
અનંત વીર્ય એટલે અનંત શક્તિ, પાર વગરની શક્તિ ! આમ હાથ અડાડે એટલે સામાનું કામ કાઢી નાખે.
જ્ઞાન-દર્શન-ચારિત્ર-શક્તિ-ઉલ્લાસ તે આત્મ વીર્ય
હું શુદ્ધાત્મા છું, આત્મ વીર્યવાળો છું. એટલે આ દેહ વીર્ય કોને કહેવાય? દેહ વીર્ય પુદ્ગલને કહેવાય છે, જે ખરી પડે. અને આત્મ વીર્ય એ શક્તિ ને ઉલ્લાસ. એ જે આત્માનો ઉલ્લાસ ને શક્તિ, જબરજસ્ત. એ જ્ઞાન-દર્શન-ચારિત્ર આના મુખ્ય ગુણો. ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવું તે. ચારિત્ર એટલે રમણતા. અને વીર્યવાળો એટલે ઉલ્લાસ છે જેને, ઉપયોગ છે. એને ઉપયોગમાં રાખી શકે એવી ઉલ્લાસ શક્તિ છે.
પ્રશ્નકર્તા: દાદા, જે આત્મ વીર્યની વાત કહીએ છીએ એ આત્માનું વીર્ય બહુ ઉલ્લાસિત થયું હોય, તો એ રિયલ-રિલેટિવમાં છે ?
દાદાશ્રી : રિયલ-રિલેટિવમાં જ હોય, રિયલમાં ન હોય. રિયલમાં તો વીર્ય જ છે. અનંત વીર્યનો માલિક થયો ત્યાં આગળ ! રિયલ તો અનંત વીર્ય કહેવાય. આપણે જે મૂળ આત્મા છે તે અનંત વીર્ય. જ્યાં રુચિ (હોય) ત્યાં આત્માનું વીર્ય વર્તે. લાલસાઓ છૂટે તે અહંકાર ઓગળે, તો આત્મ વીર્ય વધે
પ્રશ્નકર્તા: આપણે શાંત-સ્થિર બેઠા હોઈએ, તે વખતે બહારથી કોઈ ક્રોધિત આવ્યો હોય તો તે વખતે આપણા પરિણામ બદલાય તો એના માટે આપણે શું આત્મબળ વધારવું જોઈએ કે આપણા પરિણામ ના બદલાય ? તે વખતે કયો ઉપાય કરવો ?
દાદાશ્રી : એ આત્મ વીર્યનો અભાવ છે. હવે દેહની લાલસાઓ