________________
[૩.૩]
અનંત વીર્ય જ્ઞાતીનું આત્મ વીર્ય, તીર્થકરતું અનંત વીર્ય આત્માનું સ્વરૂપ શું છે ? આત્મા તો પોતે પરમાત્મા, અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અનંત શક્તિવાળો, અનંત વીર્યવાળો છે.
પ્રશ્નકર્તા : અનંત વીર્ય એટલે શું ? કઈ અવસ્થામાં અનંત જ્ઞાનદર્શન-ચારિત્ર, અનંત વીર્ય પ્રગટ થાય ? અનંત વીર્યની દશા કઈ ?
દાદાશ્રી : જ્ઞાન-દર્શનથી ચારિત્ર થાય, સ્વચારિત્રથી અનંત વીર્ય ઉત્પન્ન થાય. એ જ અનંત વીર્યની દશા !
પ્રશ્નકર્તા: કઈ ?
દાદાશ્રી : આ બધું દેખાય છે, એ બધા પદાર્થ ને વસ્તુ, એ દ્રવ્યગુણ-પર્યાયથી, ભૂતકાળથી માંડીને ભવિષ્યકાળ બધા જ દેખાય.
પ્રશ્નકર્તા અને આત્મ વીર્ય કોને કહેવાય ?
દાદાશ્રી : આ અમારું આત્મ વીર્ય કહેવાય. તમે આખો દહાડો દેખતા નથી ? અને તીર્થકરોને અનંત વીર્ય, આથી અમુક પ્રકારનું વધી ગયેલું હોય, બસ એટલું. આનું નામ વીર્ય કહેવાય. બીજું કશું વીર્ય-બીર્ય હોતું નથી. આત્મ વીર્યથી, અનંત લાભ-લબ્ધિ થાય.