________________
(૩.૨) અનંત ઐશ્વર્ય
૭૩
પ્રશ્નકર્તા : દાદા, એ આત્માનું ઐશ્ચર્ય તે આ ?
દાદાશ્રી : હા. ઐશ્ચર્ય, (અદ્ભુત) ઐશ્વર્ય ! અને તેથી તો આપણે બ્રહ્માંડના માલિક છીએ ! માલિક સિવાય માલિકી છે. માલિકીભાવ રાખવો હોય તો ટાઈટલ હોય અને ટાઈટલ પેટીમાં મૂકવું પડે. આપણે પેટી હોય નહીં. માલિક છીએ એ વાત હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) છે. છોને, ઈન્કમટેક્ષવાળા સાહેબ બૂમો પાડે, પણ (માલિક) છીએ આપણે હંડ્રેડ પરસેન્ટ. ટાઈટલ હોય તો એ ઘાલેને ઈન્કમટેક્ષ ?
બહુ મોટું પદ છે આ તો ! જે પદની આગળ કોઈ પદ નથી એવું પદ છે આ. જે તમે પ્રાપ્ત કર્યું છે તે પદ ! બિલીફ ફરતા ચિત્ત વીખરાતું અટકે, તો પ્રગટે ઐશ્વર્ય
પ્રશ્નકર્તા ભરેલો માલ ફૂટે ત્યારે હું અનંત ઐશ્વર્યવાળો છું એ કેવી રીતે ફિટ કરવું ?
દાદાશ્રી : કોઈવાર લોભની ગાંઠ ફૂટે, લાલચના પ્રસંગ આવવા માંડે એવા વખતે હું અનંત ઐશ્વર્યવાળો છું, હું અનંત ઐશ્વર્યવાળો છું, હું અનંત ઐશ્વર્યવાળો છું, એ બોલવાથી એ બધા પરમાણુઓ ખરતા જાય. એની અસર ના થાય.
જેટલી ચિત્તવૃત્તિ વીખરાય એટલું ઐશ્વર્ય ઓછું થતું જાય અને જેટલી મૂળ જગ્યાએ સ્ટેબિલાઈઝ (સ્થિર) થઈ જાય કે ઐશ્વર્ય ઉત્પન્ન થયું, સંપૂર્ણ ઐશ્વર્ય!
પ્રશ્નકર્તા: જ્ઞાન લીધા પછી આ બધા જે મહાત્માઓ છે, એમની ચિત્તવૃત્તિ ધીમે ધીમે એક જગ્યાએ ભેગી થાયને ?
દાદાશ્રી : આવડતું હોય તો થઈ રહે, બીજું શું ? પ્રશ્નકર્તા અને દરેકને આમ થોડો ટાઈમ લાગે ?
દાદાશ્રી : હવે કાચો ના પડે, ને અમારા વિજ્ઞાનમાં રહે તો એકાગ્ર થઈ જ જવાની છે, એક જ અવતારમાં. એવું છે, ભલે વર્તનમાં ના હોય, પણ બિલીફમાં છે ને ?