________________
७४
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા: હા, બિલીફમાં છે.
દાદાશ્રી : ત્યારે પછી બિલીફમાં છે એ સત્ય, ભલે વર્તનમાં ના હોય. વર્તન એ આપણા હાથની, કાબૂની વાત નથી, પણ બિલીફમાં છે ને ?
પ્રશ્નકર્તા: બિલીફમાં પૂરેપૂરું.
દાદાશ્રી તમને શું લાગે છે? નહીં તો જો કદી વર્તનની નેસેસિટી હોય તો અમારે વઢવું પડત બધાને. અમે વર્તનને જોતા નથી, બિલીફને જોઈએ છીએ, તારી બિલીફ ક્યાં છે તે ? અમારું વર્તન ને બિલીફ એક જ પ્રકારની હોય. તમારી બિલીફ જુદી હોય, વર્તન જુદી જાતનું હોય.
પ્રશ્નકર્તા: આ જે ઐશ્વર્ય ઓછું થઈ ગયું, તે જેમ ચિત્ત વીખરાયું એમ ઐશ્વર્ય ઓછું થતું જાય. તે ઓછું થયું એ એમ એઝેક્ટલી ખબર કેવી રીતે પડે કે આ ઓછું થઈ ગયું ?
દાદાશ્રી : ખબર પડે જ છે ને ! અત્યારે ઐશ્વર્ય ઓછું છે, તેથી તો કેટલાક લોકો ડખો કરે છે. સહન કરવું પડે, કેટલાક લોકો હેરાન કરે, કોઈ બૉસ ટૈડકાવે. સહન ના કરવું પડે ?
પ્રશ્નકર્તા: હા, સહન કરવું પડે.
દાદાશ્રી : એ ઐશ્વર્ય ઓછું ત્યારે જ ટૈડકાવેને ! નહીં તો ઐશ્વર્ય હોય તો મૂઓ શું ટૈડકાવે ?
પ્રશ્નકર્તા: દાદા, એટલે એનો અર્થ એ કે જે આ ક્લેશ થાય છે અંદર, મનમાં જે દુઃખ થયા કરે..
દાદાશ્રી : હા, તે આ બધું ઐશ્વર્ય ઓછું તેનું, ને ઐશ્વર્ય હોય તો તો કોણ ટેડકાવનારો? આમ ટૈડકાવવા માટે આવેને, તે મોટું જોતા પહેલા આમ આમ થઈ જાય ! અરે બાપ, શું થશે, શું થશે, શું થશે ? કારણ કે ઐશ્વર્ય છે. ઐશ્વર્ય જોતાની સાથે જ ગભરામણ, પસીનો છૂટી જાય. માટે ઐશ્વર્યની જરૂર છે, બીજું કશું જરૂર નથી. હવે તમારી પહેલાની