________________
૨.
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પાશવતાનો સંપૂર્ણપણે નાશ એનું નામ ભગવાન. જેટલા પાશવતાના ગુણો ઓછા થતા જાય અને દૈવી ગુણો પેદા થતા જાય અને પાશવતાના ગુણો સંપૂર્ણ નાશ પામે અને દૈવી ગુણો સંપૂર્ણ પેદા થાય તે દેવ, તે ઈશ્વર. જેનામાં ઐશ્વર્ય ઉત્પન્ન થાય તે ઈશ્વર. એનો એ જ આત્મા છે, બીજો નથી. માલિક થયા સિવાય માલિકી બ્રહ્માંડની, આત્મઐશ્વર્ય થકી !
મને લોકો કહે કે “દાદા, તમને દુનિયા કેવી દેખાય છે ?” મેં કહ્યું, ‘તને જે દેખાય છે એવું મને દેખાય છે, કંઈ તારાથી જુદું દેખાતું હશે મને ? આ તને દેખાય છે એમાં તને રાગ-દ્વેષ છે અને મને એમાં રાગષ નથી, એટલો જ ફેર.”
પ્રશ્નકર્તા: રાગ-દ્વેષ વગરનું?
દાદાશ્રી : હંઅ, અને બીજું તને ના દેખાતું હોય એવું મને અનંત બધું દેખાય. એ મારા જ્ઞાનની વિશાળતા છે અને ઐશ્વર્યપણું છે. પણ તને તારા ઐશ્વર્ય પ્રમાણે દેખાય, તારી વાડ પ્રમાણે, કમ્પાઉન્ડ પ્રમાણે. ઐશ્વર્યપણું એટલે કમ્પાઉન્ડ. આખા જગતનું કમ્પાઉન્ડ થઈ જાય એ ઐશ્વર્યપણું !
પ્રશ્નકર્તા: એ તો દાદા, આ દેહનું માલિકીપણું ના હોય તો જ થાયને, નહીં તો કેવી રીતે થાય ?
દાદાશ્રી: માલિકીપણું ના હોય તો જ ઐશ્વર્ય (પ્રગટ) થાય, નહીં તો ના થાય. માલિકીવાળો તો બંધાયેલા ભાગમાં છે. એને તો બે પ્લોટ હોય ને દેહ એ. એટલામાં જ એ રઝળતા હોય અને જેની માલિકી બધી ઊડી ગઈ પ્લોટ-બ્લોટ બધામાંથી..
પ્રશ્નકર્તા: દાદા, તે અમારેય ધીરે ધીરે, જેમ જેમ માલિકી ઓછી થતી જાય છે તેમ તેમ...
દાદાશ્રી : હા, (પ્લોટની, દેહની) માલિકી તમને નથી એવી હવે તમને ખાતરી બેઠી છે. એટલે હવે ધીમે ધીમે ઓછી થતી જાય. પહેલી આ પ્રતીતિ બેસવી જોઈએ, માલિક નથી ખરેખર.