________________
(૩.૨) અનંત ઐશ્વર્ય
૭૧
પ્રશ્નકર્તા : ઐશ્વર્યનેય શણગારે !
દાદાશ્રી : હંઅ, એવી અદ્ભુતતા !
પ્રશ્નકર્તા : ઐશ્વર્યને શણગારે તો એ ઐશ્વર્ય એટલે શું ?
દાદાશ્રી : ઐશ્વર્ય એટલે પ્યૉરિટી. હજુ ચાર ડિગ્રીની અમારી પ્યૉરિટીમાં જરાક કચાશ છે. તે ચાર ડિગ્રીમાંથી દોઢ એક ડિગ્રીની તો થઈ ગઈ, અઢી ડિગ્રીની રહી છે. તે એટલી અઢી ડિગ્રી જાય તો કમ્પ્લીટ (સંપૂર્ણ) પ્યૉરિટી આવી જાય.
જેતામાં ઐશ્વર્ય ઉત્પન્ન થાય તે ઈશ્વર
પ્રશ્નકર્તા ઃ છ ઐશ્વર્યવાળા હોય તે ઈશ્વર કે ભગવાન કહેવાય એવું
ખરું ?
દાદાશ્રી : ભગવાન એટલે ભગવત્ ગુણો પ્રાપ્ત થાયને, એને આ જગત ભગવાન કહે. ભગવત્ ગુણો જેનામાં પ્રાપ્ત થાય. ઐશ્વર્ય ગુણો, ઐશ્વર્ય !
પ્રશ્નકર્તા : માયા ના ખસે તો ઐશ્વર્ય ક્યાંથી આવશે ?
દાદાશ્રી : માયા ખસે તો જ ઐશ્વર્ય ઉત્પન્ન થાય. માયા ના ખસે ત્યાં સુધી ઐશ્વર્ય ના થાય.
પ્રશ્નકર્તા : સામાન્ય ચેતનમાં ઐશ્વર્ય તો કોઈ શાસ્ત્રમાં નથી લખાયું. સામાન્ય ચેતનમાં ઐશ્વર્ય હોય ? ઐશ્વર્ય તો ભગવાનમાં હોય, ચેતનમાં ના હોયને ?
દાદાશ્રી : ના, ના, આ ચેતનમાં નહીં. આ ચેતનયે વિભાવદશા છે. ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિમાં બેઠા પછી પોતાનું ઐશ્વર્યનું પોતાને ભાન થાય છે. પોતે ચૈતન્ય તો પરમાત્મા છે.
પોતે અનંત શક્તિનો ધણી, અનંત ઐશ્વર્યનો ધણી એવા ભગવાન ! એ નિરાલંબ છે અને પ્રત્યેક માનવી ભગવાન થઈ શકે છે. સામાન્ય માણસોમાં જે ગુણો ન દેખાય એવા ગુણો ધરાવતો હોય તે ભગવાન.