________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રગટ્યું ઐશ્વર્ય અક્રમ થકી જ્ઞાતવિધિમાં પ્રશ્નકર્તા ઃ અક્રમ માર્ગ શાસ્ત્રોમાં પ્રમાણ છે અને અક્રમ માર્ગ સાચો છે, તો પણ બધા એનો લાભ કેમ નથી લઈ શકતા ?
દાદાશ્રી : આ દાદાનું ઐશ્વર્યેય સમજ્યા નથી એ લોકો, કે શું ઐશ્વર્ય છે ! એટલે ભેદવિજ્ઞાની છે, એવું ઐશ્વર્ય એમને ખ્યાલમાં નથી આવ્યું. આ કાળમાં ભેદવિજ્ઞાની હોઈ શકે નહીં, એવું એમને લાગતું હોય.
પ્રશ્નકર્તા આ જ્ઞાનવિધિ છે આપની, એની અંદર ગજબની શક્તિ
દાદાશ્રી : હા, એક્ઝક્ટ કેવળજ્ઞાન જ. આખી જ્ઞાનવિધિ કેવળજ્ઞાન જ છે અને આ મારી શક્તિ નથી, ઐશ્વર્ય પ્રગટ થયું છે. બે કલાકમાં મોક્ષ આપે એવું ઐશ્વર્ય પ્રગટ થયેલું છે. દાદાની જ્ઞાનવિધિ થાય, આત્મજ્ઞાન થઈ જાય, તેનો મોક્ષ થઈ જાય. નહીં તો લાખ અવતારેય ઠેકાણું ના પડે.
આ તો મૂળ આત્માનું ઐશ્વર્ય છે ! અહો ! ઐશ્વર્ય છે આ ! નહીં તો બે કલાકમાં મોક્ષ તે હોતો હશે ? આ તો મૂળ આત્માનો વૈભવ છે. એ આત્મા અમે જોયો છે. એનું ઐશ્વર્ય પાર વગરનું છે.
જબરજસ્ત ઐશ્વર્ય પ્રગટ થયું છે. જે માગે એ મળે અહીં, જોઈએ એટલું, માગતા ભૂલે જગતમાં. માગવાની આપણી પાત્રતા જોઈએ. બહુ મોટું ઐશ્વર્ય કહેવાય. કલાકમાં તો મનુષ્યની આખી દૃષ્ટિ ફરી જાય છે.
ઐશ્વર્યને શણગારે એવી અદ્ભુતતા દાદાની !
અમેરિકાવાળા તો આશ્ચર્ય-બાશ્ચર્ય ના બોલ્યા, અદ્ભુત ! અદ્ભુત ! અદ્ભુત !
પ્રશ્નકર્તા ઃ એ અદ્ભુતતા એટલે દાદાના આત્માની ઐશ્વર્યતા ?
દાદાશ્રી : ઐશ્વર્યતા. એ તો ઐશ્વર્યતાની પાર જાય એવી વસ્તુ છે, અદ્ભુતતા તો એનેય શણગાર કરે એવી વસ્તુ. ઐશ્વર્યનેય શણગારે એવી વસ્તુ છે.