________________
(૩.૨) અનંત ઐશ્વર્ય
જેટલો અહમ્ થાય ડાઉત, એટલી ઐશ્વરી શક્તિ પ્રગટે અપ
જેટલું ઐશ્વર્ય પ્રગટ થયુંને, એટલે એટલી ઐશ્વરી શક્તિ પ્રગટ થયેલી છે. જેમ જેમ શક્તિઓ પ્રગટ થાયને, એને ઐશ્વર્ય કહેવાય. આત્મશક્તિ પ્રગટ થાય, એને ઐશ્વર્ય કહેવાય.
૬૯
મનુષ્યો તો પરમાત્મા જ છે. અનંત ઐશ્વર્ય પ્રગટ થાય તેમ છે. પણ ઈચ્છા કરી કે મનુષ્ય થઈ ગયો. નહીં તો પોતે જે ચાહે તે મેળવી શકે તેમ છે. પણ અંતરાયને લીધે નથી મેળવી શકતો.
દુનિયાદારીની ચીજ એવી છે કે આત્મઐશ્વર્ય પ્રગટ કરે એવી છે ! પણ આ તો આત્મઐશ્વર્ય લઈ લીધું ઊલટું ! ઐશ્વર્ય પ્રગટ થવું એટલે શું ? જેટલી ડિગ્રી અજવાળું વધ્યું એટલી ડિગ્રી ઐશ્વર્ય પ્રગટે. જેટલો અહમ્ ઓછો તેટલું ઐશ્વર્ય આવે. તેથી ઈશ્વરની માફક કાર્ય
સફળ થાય.
સ્વભાવતા આકર્ષણે, વિભુત્વમાંથી પ્રગટે પ્રભુત્વ પ્રશ્નકર્તા ઃ આત્મા પ્રભુત્વવાળો છે એ સમજાવશો.
દાદાશ્રી : આત્મા પ્રભુત્વવાળો છે. જરાય હીણપત ન બતાવે તેવો છે, અનંત શક્તિવાળો છે. સંયોગોમાં ફસાયો તો શક્તિ રૂંધાઈ.
જેટલો અહં ઘટ્યો તેટલો પ્રભુત્વ આવે. પ્રભુત્વ ના હોય ત્યાં સુધી વિભુત્વ હોય. વિભુત્વમાંથી સ્વભાવનું આકર્ષણ એ પ્રભુત્વ પ્રગટાવે.
પ્રશ્નકર્તા ઃ સ્વભાવનું આકર્ષણ એ પ્રભુત્વ પ્રગટાવે ?
દાદાશ્રી : હા, સ્વભાવ ફેર થાય પહેલા, પછી સ્વભાવનું આકર્ષણ થાય. સ્વભાવનું આકર્ષણ વિભુત્વમાંથી પ્રભુત્વ પ્રગટાવે. જ્યાં આકર્ષણ ઉત્પન્ન થયુંને, તેમ પ્રભુત્વ પ્રગટાવે. વિભુત્વ તો છે જ પણ જેમ જેમ આકર્ષણ વધે એમ પ્રભુત્વ પ્રગટે.
વિભાવિક શક્તિ પ્રગટ થઈ તે વિભુત્વ. પછી બધી સ્વાભાવિક શક્તિ પૂર્ણ પ્રગટ થાય તે પ્રભુત્વ.