________________
ભજનામાં આવીને છેવટે આત્મારૂપ થવાનું છે અને સામાને પણ તેવા જ ગુણધર્મ સહિત શુદ્ધ આત્મસ્વરૂપે જોવાનો છે.
જેમ જેમ આ વાણીનું વાંચન-મનન-નિદિધ્યાસન કરતા જઈશું, તેમ તેમ પછી પરમ પૂજ્ય દાદાશ્રીની આ જ્ઞાનવાણીનો “પોઈન્ટ ઑફ ભૂ' (આશય) સમજાશે. છતાં પણ પોતાને જે સમજાયું છે તે જ પૂર્ણતાએ છે, તે માની લેવાની ભૂલ ના થઈ જાય, તે માટે સતત જાગૃત રહેવા જેવું છે. આપણો ધ્યેય તો છેવટે પ્રત્યક્ષ જ્ઞાની પાસે જઈને જ પૂરો થશે, એ વાચકે અવશ્ય લક્ષમાં રાખવું જોઈએ.
વર્ષો સુધી જુદી જુદી વ્યક્તિઓ જોડે પરમ પૂજ્ય દાદાશ્રીનો સત્સંગ જુદા જુદા ક્ષેત્રે, જુદા જુદા કાળે થયા કરતો. તે બધી જ વાણી પૂજ્ય નીરૂમાએ કેસેટોમાં રેકર્ડ કરી લીધી. જેમાંથી આ વાણી ટ્રાન્સ્ક્રાઈબ (કેસેટમાંથી ઉતારો) થઈને ઘણા બધા મહાત્માઓની મદદથી છેવટે આપ્તવાણીના આ ગ્રંથ રૂપે આપણા હાથમાં આવે છે, કે જેમાં આત્માના ગુણો અને સ્વભાવ વિશેની વિગતોનું સંકલન થયું છે.
મૂળ આત્મસ્વરૂપને જેમ છે તેમ અનુભવવું તે જ આપણો ધ્યેય છે. શબ્દ જ્યાં પહોંચી શકે નહીં, એવા અવર્ણનીય, અવક્તવ્ય, શબ્દાતીત આત્માના રહસ્યો સંબંધે જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા જેટલી નિમિત્તાધીન વાણી નીકળી છે, તેનું આ સંકલન થયું છે. જ્ઞાની પુરુષની વાણી અવિરોધાભાસ, સૈદ્ધાંતિક, ત્રિકાળ સત્ય જ હોય, તેમાં સમજફેરને લીધે કંઈક ક્ષતિ ભાસિત થતી હોય તો તે સંકલનની કમી સમજશો ને તે અર્થે ક્ષમા પ્રાર્થના.
- દીપક દેસાઈ
14