________________
કોઈ ફાઈલોની ડખલો નહોતી. ઊલટાનું ફ્રી ટાઈમ મળતો તેને ઉપયોગપૂર્વક સામાયિકમાં ગોઠવતા.
આ આપ્તવાણીમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ અનુભવેલા આત્માના ગુણધર્મો અને સ્વભાવનું વર્ણન છે. થિયરેટિકલ અને એટલું જ પ્રેક્ટિકલ રીતે, એ ગુણને ઉપયોગમાં પોતે કેવી રીતે લઈ શક્યા, એમને એ વર્લ્ડ છે અને આપણને પણ એને ઉપયોગમાં લઈ આત્મામાં આવી જવાની અદ્ભુત સમજ આપી શક્યા. અને એ ગુણ ઉપયોગમાં લઈ સંસારી પરિસ્થિતિઓમાં વીતરાગતા કેવી રીતે રાખી શકાય, તેવી વાતો સિદ્ધ સ્તુતિના છેલ્લા ચેપ્ટરમાં આપણને પ્રાપ્ત થાય છે.
લૌકિક માન્યતાઓ સામે વાસ્તવિક્તા શું છે? તેમ જ માન્યતાઓની વિવિધ દશાઓમાં આ ગુણ-સ્વભાવ કેવી રીતે ઉપયોગમાં લેવાય ? જ્ઞાની પુરુષને આવા ગુણ-સ્વભાવ કેવી રીતે યથાર્થપણે વર્તે છે ? અને એથી આગળ તીર્થકર સાહેબોને સર્વોચ્ચ દશામાં કેવું વર્તતું હશે ? એ બધી વાતો દાદા શ્રીમુખે નીકળી છે, તે સર્વ અત્રે સમાવિષ્ટ થઈ છે. જ્ઞાનીની વાણી જુદા જુદા નિમિત્તોને આધીન નીકળેલી છે, પણ સંકલન કરતી વખતે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે એક જ વ્યક્તિ જોડે અખંડ સત્સંગ ચાલતો હોય, એમાં શરૂઆતથી તે ઠેઠ પૂર્ણતા સુધીની વાતની લિંક તેમજ ચઢતા ક્રમમાં મળી રહે. જેથી મહાત્માઓ આ જ્ઞાન પામ્યા પછી પ્રગતિના સોપાન ચઢતા ચઢતા આગળનો ધ્યેય લક્ષમાં રાખી શકે અને જરૂરિયાતના માઈલ સ્ટોન એને મળી રહે.
આ ગ્રંથમાં જ્ઞાન લીધા પહેલાની વાતો મુમુક્ષુ જોડે છે, જ્યારે જ્ઞાન લીધા પછીની વાતો આત્મજ્ઞાન પામેલા મહાત્માઓ જોડે છે એમ વાચકે સમજી લેવું.
સુજ્ઞ વાચકે આ વાણી પ્રથમ વાંચી લીધા પછી ફરીથી અનુકૂળતાએ વધુ વખત વાંચીને સ્ટડી (અભ્યાસ)માં લેવા જેવી છે. કારણ કે આ પોતાના જ આત્મસ્વરૂપનું વર્ણન છે, પોતાના સ્વગુણોનું જ વર્ણન છે. તે પ્રમાણે જોઈને, વિજ્યુલાઈઝ કરીને પ્રકૃતિના પરિણામો સામે ગુણોનું સેટિંગ કરી સ્વભાવદશામાં આવવાનું છે. જુદાપણું અનુભવવું છે. સ્વગુણોની
13