________________
૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દેહ ઘરડો થયો છે પણ આત્મા ઘરડો થયો છે ? આત્મા અનંત શક્તિવાળો છે. જેટલી શક્તિ કાઢે તેટલી તેના બાપની.
બ્રહ્માંડ ધુજાવે તેવી શક્તિ પ્રગટાવે દાદા આત્માની તો અનંત શક્તિ છે, ને જેટલી બાજુએ શક્તિ ફેરવવી હોય એટલી ફેરવો. એને ફેરવનાર જોઈએ. જેટલી બાજુની કરોડો બાજુની ફેરવવી હોય તે ફેરવી શકાય. એવું નહીં કે આ આટલી બધી ભાંજગડ આવી પડી, શું થશે હવે ? શું થશે કહ્યું કે શુંયે થઈ જાય.
પ્રશ્નકર્તા: એનો અર્થ એમ કે એ આત્માને ગણકારતો જ નથી. આત્મા અનંત શક્તિવાળો અંદર બેઠો છે, તો તેની પાસે શક્તિ માંગ ને !
દાદાશ્રી : હા, આત્માને અનંત શક્તિ છે, ત્યાં શક્તિ માંગને. કાં તો આત્મારૂપ થા ને કાં તો આત્મા યૂ, આત્મા પાસે શક્તિ માંગ તું.
પ્રશ્નકર્તા આત્મારૂપ થયા પહેલા શક્તિ મંગાય ? દાદાશ્રી : હા, શક્તિ તો મંગાયને ! પ્રશ્નકર્તા આત્મારૂપ ન થયો હોય તો પણ શક્તિ માંગવાનું બને?
દાદાશ્રી : બને ને ! આપણે કહીએ, “હે શુદ્ધાત્મા ભગવાન ! તમે અંદર બેઠા છે. હવે મને શક્તિ આપો.'
અને આપણે તો “હે દાદા ભગવાન ! આપની સાક્ષીએ હું અનંત શક્તિવાળો છું' એવું બોલવું. પછી જો જો તો ખરા ! શક્તિ તો કેવી ઉછાળા મારે છે ! શું બોલવાનું? “આપની સાક્ષીએ હું અનંત શક્તિવાળો છું બોલશો કે નહીં બોલાય ? આ શીખવાડું છું. આ બધી બહુ સરસ દવા છે. જુઓને, ભાઈએ દવા કરી તો એમનું કેવું સરસ થઈ ગયું ! દવા કરવાની ભાવના થાય છે ?
પ્રગટાવી લો અનંત શક્તિ, જ્ઞાન ઉપયોગે અને દાદા ભગવાનનું નામ દેશોને તો ગમે તે, (પરિસ્થિતિમાં)