________________
(૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ?
૬૫
જ્ઞાતવાક્યો બોલ્યું, દૂર થાય નબળાઈ-ડિપ્રેશન
ચંદુલાલને કો'ક દહાડો જરા કંઈક શ૨ી૨-બરીરની નબળાઈ હોય, જરાક એ (ઢીલા) થઈ ગયા હોય ત્યારે તમારે ચંદુલાલને બોલાવવું પડે કે ‘હું અનંત શક્તિવાળો છું.' એવું પા એક કલાક બોલાવોને એટલે ચંદુલાલમાં શક્તિ પ્રગટ થઈ જાય.
જ્ઞાનવાળાને મન નિર્બળ ના થાય. ‘હું અનંત શક્તિવાળો છું' બોલ્યો કે મન એક્ઝેક્ટ થઈ જાય. શરીર સામે મન નબળું પડ્યું કે ખલાસ થઈ ગયું.
અંદર અવળું બોલે તો આપણે સવળું બોલીએ. એ કહે, નબળાઈ લાગે છે તો કહીએ, બોલો ચંદુલાલ, ‘હું અનંત શક્તિવાળો છું.’ અનંત શક્તિવાળો પાંચ મિનિટ બોલ્યા એટલે ફર્સ્ટ ક્લાસ થઈ જાય.
દેહનો, મનનો સ્વભાવ છે, કાં તો એલિવેશન કે કાં તો ડિપ્રેશન. હવે આપણે ચંદુભાઈથી જુદા થયા એટલે વ્યવહાર તો જુદો રાખવો પડેને ? એટલે ચંદુભાઈ જોડે બોલીએ કે ડિપ્રેશન આવ્યું છે ? એટલે આપણે બોલાવીએ ‘હું અનંત સુખનું ધામ છું' તો ચંદુભાઈ બોલે, ‘હું અનંત સુખનું ધામ છું.’ તમારે પોતાના ગુણો આમાં આરોપ કરવાના. એટલે રેગ્યુલર થઈ જાય.
દેહ પોતાનો નથી તો (બીજું) કોઈ પોતાનું હોય નહીં. ઑલ ધીસ આર ટેમ્પરરી, આત્મા પોતાનો છે. દેહ(નો માલિક), મન ડિપ્રેસ થાય તો કહેવું, અમારી પાસે અનંત શક્તિ છે.
હવે તો જે રહ્યો તે પ્રતિષ્ઠિત આત્મા છે. હવે પ્રતિષ્ઠિતને જરા પુશ ઑન આપવું પડે, શક્તિ આપવી પડે. આપણે બોલાવવું કે ‘અનંત શક્તિવાળો છું’ એટલે ચાલ્યું.
આપણી પાસે જ્ઞાન છે એટલે આપણે ‘હું અનંત શક્તિવાળો છું’ બોલાય અને અશક્ત દેહમાંયે શક્તિ પડે ને બહારવાળા તો ‘હું ખલાસ થઈ ગયો છું' બોલે ને ખલાસ થઈ જાય.