________________
૬૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : આત્મા અનંત શક્તિવાળો છે. તે હવે તેની અનંત શક્તિ રિલેટિવમાં પૂરે એટલે રિલેટિવમાં પણ જબરજસ્ત શક્તિ આવે જ. તમને બીજી સમજ ન પડે તો રિલેટિવમાં અવિરોધાભાસ રહેજો હવે. તમને જ્ઞાન આપ્યું એટલે જ્યારે સમજ ન પડે, સૂઝ ન પડે ત્યારે હું અનંત જ્ઞાનવાળો છું, અનંત સૂઝવાળો છું' તેમ બોલજો. દર્શન કાચું પડે તો “હું અનંત સૂઝવાળો છું.” દેહની શક્તિ કાચી પડે તો “હું અનંત શક્તિવાળો છું.” જંગલમાં વાઘ-વર કે સિંહ મળે ત્યારે અમૂર્ત છું' અને બાધા-પીડા દેહને થાય ત્યારે “હું અગુરુલઘુ સ્વભાવવાળો છું' તેમ બોલજો.
મહીં આત્માની અનંત શક્તિઓ છે. એટલી બધી શક્તિઓ છે કે બોલતાની સાથે પરિણામ પામે.
આત્મરૂપ થઈને બોલવાથી શક્તિઓ પ્રગટે પ્રશ્નકર્તા : મહાત્માને આત્મશક્તિઓ કેવી રીતે પ્રગટ થાય ?
દાદાશ્રી : પોતે અનંત શક્તિવાળો જ છે ! આત્મા થઈને “હું અનંત શક્તિવાળો છું બોલે એટલે એ શક્તિ પ્રગટ થતી જાય. “જ્ઞાની પુરુષ’ રસ્તા દેખાડે તે રસ્તે છૂટી જવું, નહીં તો છૂટાય એવું નથી. માટે કહે તે રસ્તે ચાલીને છૂટી જવું.
આ સેલ્ફનું રિયલાઈઝ કર્યું એટલે અનંત શક્તિ વધી, પ્રગટ થઈ ગઈ. જબરજસ્ત શક્તિ પ્રગટ થઈ ગઈ.
આત્મા એટલે અનંત શક્તિવાન, હવે એમાંથી જેટલું આવરણ ખસે એમ શક્તિ ખીલતી જાય બહાર, પ્રગટ થતી જાય.
પ્રશ્નકર્તા : આવરણ ખસ્યા પછી એ આવરણની પાછળ જે રહેલું છે એ જ કાર્ય કરે છે ?
દાદાશ્રી : કોઈ કાર્ય કરતું નથી. સ્વભાવ બતાવે છે દરેકના. કાર્ય જો કરતું હોય તો તો ત્યાં આગળ કરનાર થયો. એનો સ્વભાવ બતાવે છે, અનંત શક્તિનો.