________________
(૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ?
તો જગતના લોકોને વરસ દહાડા સુધી સુખ રહ્યા કરે, એટલું બધું સુખ એમની પાસે છે.
૬૧
જ્ઞાતા-દ્રષ્ટા રો : મળે અનંત સુખ, મિટે સર્વ વિઘ્નો
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ થયો કે આ જે બધી અનંત શક્તિઓ છે એ ફક્ત જ્ઞાતા-દ્રષ્ટામાં જ શક્તિઓ વપરાય, બીજી રીતે શક્તિ એ ન વપરાય ?
દાદાશ્રી : બીજી બધી શક્તિઓ આની મહીં હોય જ પણ આપણે શેને માટે જોઈએ ? આપણે તો સુખ જોઈએ છે. મનુષ્ય, જીવમાત્ર સુખને ખોળે છે. એ સુખને માટે આ બધી ભાંગફોડ કર્યા કરે છે એ. સંસારમાં સુખ કલ્પિત સુખ મળે છે. એ સુખ નાશવંત છે, અંતવાળું છે અને અંતે પાછું દુઃખ આવીને ઊભું રહે છે. એ દુઃખેય નાશવંત છે, કલ્પિત છે અને સુખય કલ્પિત છે. સાચું સુખ નથી અને સાચું સુખ એક સેકન્ડ પણ આવે તો પછી કાયમનું જોઈન્ટ થઈ જાય, સનાતન સુખ. તે આત્મા પ્રાપ્ત થયા પછી પોતાની શક્તિઓ બધી પ્રગટ થાય તે અનંત શક્તિ. તે આ પેલું આપણે કહ્યું છે ને કે સંસારમાં વિઘ્નો અનેક પ્રકારના હોવાથી (એની સામે હું) અનંત શક્તિવાળો છું. બધા વિઘ્નોને કાઢી શકે.
પ્રશ્નકર્તા : હા, એ જ કહું છું ને. વિઘ્નોને જો કાઢી શકે અને વાત જો આપણે કરીએ તો જ્ઞાતા-દ્રષ્ટા એકલું નથી રહેતો, બીજું કરવાનું થાય છે ને ?
દાદાશ્રી : (બીજું) કશું જ કરવાનું નથી, એટલું જ કરવાનું છે. પણ બધા વિઘ્નોને કાઢે, તમામ પ્રકારના.
પ્રશ્નકર્તા ઃ એનો અર્થ એ થયો કે જ્ઞાતા-દ્રષ્ટા રહે, બીજું બધું એની મેળે, ઑટોમેટિક નીકળી જશે.
દાદાશ્રી : બીજું બધું એની મેળે જ નીકળી જાય. એની મેળે જ જયે જ છૂટકો.