________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : બીજી શક્તિઓ આપણને જોઈતી જ નથીને ! આપણને આનંદ એકલો જ જોઈએ છે. જીવમાત્ર શું ખોળે છે ? આનંદ ખોળે છે. તે આનંદ પાછો કેવો ? ટેમ્પરરી નહીં ચાલે, અમારે સનાતન આનંદ જોઈએ, પરમેનન્ટ જોઈએ, કહે છે. જ્ઞાતા-દ્રષ્ટા જેટલા પ્રમાણમાં રહ્યા એટલા પ્રમાણમાં આનંદ ઉત્પન્ન થાય. ધીમે ધીમે ધીમે આ જ્ઞાતા-દ્રષ્ટા નિરંતર રહી શકશે. એટલે બીજી શક્તિઓ તો બધી પાર વગરની છે.
આ આત્માની ઊંધી શક્તિથી તો આ જગત ઊભું થઈ ગયું છે.
પ્રશ્નકર્તા : ઊંધી શક્તિથી ?
દાદાશ્રી : હા, વિભાવિક શક્તિથી તો આ જગત ઊભું થઈ ગયું છે આવડું મોટું. આ કેવડું મોટું જગત ઊભું થયું ! બધી પાર વગરની શક્તિઓ છે, પણ એ બધી ઊંધી વપરાય તો નકામું જાય.
૬૦
પ્રશ્નકર્તા : હા, ઊંધી ન વપરાય. ઊંધી વપરાય તો જુદી વાત છે પણ સીધી રીતે વપરાય તો જ્ઞાતા-દ્રષ્ટામાં જ વપરાય કે બીજી રીતે વપરાતી હશે ?
દાદાશ્રી : સીધી રીતે તો જ્ઞાતા-દ્રષ્ટામાં જ વપરાય, બીજી (રીતે) કંઈ નહીં વપરાવાની. એનું કારણ ક્રિયાકારી ધર્મ નથી. કંઈ પણ કરવાનો ધર્મ આત્મામાં છે નહીં.
પ્રશ્નકર્તા : જો કંઈ કરવાનું ન થાય તો શક્તિનો વ્યય કેવી રીતે
થાય ?
દાદાશ્રી : ના, એમ નહીં, અનંત શક્તિ કહેવાનો ભાવાર્થ છે, કે આ બધું જગત ઊભું થઈ ગયું છે. આ ઝાડપાન બધા એ એક આત્મામાંની અવળી શક્તિથી જ ઉત્પન્ન થયું છે આ બધું. આ અનંત શક્તિ જુઓ તો ખરા, બધી બહાર દેખાય છે કેટલી બધી ! અને પોતાને જો સનાતન સુખ જોઈતું હોય તો આ જ્ઞાતા-દ્રષ્ટામાં આવી જાવ. એ બધા સિદ્ધ ભગવાનો છે, એ બધા જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદ ! નિરંતર તેમાં જ રહ્યા કરે. અને પોતાના અનંત સુખ. (એમાંથી) એક સેકન્ડનું સુખ ત્યાંનું અહીં પડે