________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
એટલે આપણે જે ખોળીએ છીએ કાયમનું સુખ, તે મળી જાય આપણું સુખ, પછી કોઈનું દબાણ નહીં, કોઈની પરવશતા નહીં. જીવો આ જ ખોળે છે, કાયમનું સુખ. તે સુખ (મળ્યા) પછી દુ:ખ ના આવે અને પરવશતા નહીં.
૬૨
પ્રશ્નકર્તા : દાદા, એ હું સમજ્યો, પણ હજુ બરોબર સમજાતું નથી કે આત્મામાં અનંત શક્તિ છે જેનો કંઈ પાર જ નથી એવી શક્તિઓ છે અને આપણે એમ કહીએ કે એને જ્ઞાતા-દ્રષ્ટામાં જ રહેવાનું છે, તો એ શક્તિઓનો જ્ઞાતા-દ્રષ્ટામાં જ ઉપયોગ રહે. બાકીનામાં ન રહે, એ મને હજી બરોબર સમજાતું નથી.
દાદાશ્રી : એવું નહીં, અનંત શક્તિઓ કહેવાનો ભાવાર્થ શું છે ? આ જગત ઊભું થઈ ગયું તે એની આ અવળી શક્તિથી. હવે સવળી શક્તિ એટલી બધી છે કે ગમે એવા જગતના (વિઘ્નો) છે, તે શું આપણે વાક્ય બોલીએ છીએ ?
પ્રશ્નકર્તા : મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિવાળો છું.
દાદાશ્રી : મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના આવે તો વિઘ્નો બધાને એ નાશ કરી નાખે.
પ્રશ્નકર્તા ઃ તો પછી એટલા જ્ઞાતા-દ્રષ્ટા નહીં રહ્યા એના પછી ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી જ વિઘ્નો નાશ થાય, નહીં તો ના થાય. બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી તમામ વિઘ્નો નાશ થઈ જાય.
પ્રશ્નકર્તા : દાદા, વિઘ્નો તો મર્યાદિત હોયને ?
દાદાશ્રી : વિઘ્નો ? હા, બધું મર્યાદિત.
પ્રશ્નકર્તા : હા, એટલે નાશ થઈ જાય અમુક કાળે.
દાદાશ્રી : સૌ-સૌના ગજા પ્રમાણે મર્યાદિત વિઘ્નો હોય પણ