________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : એ બધું શરીરમાં રહ્યું. એ તો આપણે ચંદુભાઈને કહેવું કે પાડોશમાં બેસો. તમારું માથું દુખ્યું છે અને અમે શુદ્ધાત્માનું ધ્યાન કરીએ. તે વખતે શક્તિ ઉત્પન્ન થાયને, તે શક્તિ એની ૫૨ જાય છે.
૫૮
તમે શુદ્ધાત્મા છો અને આ ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું. ચંદુભાઈને મદદ કર્યા કરવાની. શુદ્ધાત્માની અનંત શક્તિ છે. અનંત શક્તિએ ચંદુભાઈને જોયા કરવાનું, ચંદુભાઈને શક્તિ આપ્યા કરવાની. જેટલી માગે એટલી શક્તિ અપાય. શુદ્ધાત્મા અનંત શક્તિવાળો છે.
અનંત શક્તિના ઉપયોગે, મળે પરમેતન્ટ સુખ
પ્રશ્નકર્તા : આત્માની અનંત શક્તિનો ઉપયોગ આ સંસાર છૂટવાના કામમાં લાગે, પછી બીજું શું પ્રાપ્ત થાય ?
દાદાશ્રી : અનંત શક્તિના ઉપયોગથી નર્યું સુખ મળશે, કાયમનું, પરમેનન્ટ સુખ.
પ્રશ્નકર્તા : પણ દુઃખનો અભાવ, એને તમે સુખ કહો છો ?
દાદાશ્રી : આ તો અત્યારે દુઃખનો અભાવ, પછી સુખનો સદ્ભાવ શરૂ થશે. પહેલા તો દુઃખનો અભાવ જ નહોતો થતો, દુઃખ વધતું હતું, દુઃખ મલ્ટિપ્લિકેશન થયા કરતું હતું અને આ તો દુઃખનો અભાવ થયો. તે તો દુનિયામાં બધા સંત-સાધુઓ શું કહે ? એ તો ભગવાન કહેવાય.
પ્રશ્નકર્તા : પણ અમને એવું લાગતું નથી, દાદા. દુનિયાની વાત તો ઠીક છે પણ દુ:ખનો અભાવમાં શું કાઢ્યું ?
દાદાશ્રી : ના, ના, એને દુનિયા ‘ભગવાન’ કહે, સંત-સાધુ બધાય. પ્રશ્નકર્તા ઃ આમાં આપણે તો દુનિયા શું કહે એની જોડે નિસ્બત નથી પણ અમને તો પેલું આત્માનું અનંત સુખ હોયને એનો બરાબર અનુભવ થવો જોઈએ ને ?
દાદાશ્રી : થઈ ગયો છે ને એ તો બધો અનુભવ ! આખો દહાડો અનુભવ વર્તે છે આત્માનો.