________________
(૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ?
પ૭
પણ અવ્યક્ત છે. તમને મેં વ્યક્ત કરી આપી છે. અમારી સંપૂર્ણ શક્તિ વ્યક્ત થઈ છે તે અમે વ્યક્તાત્મા છીએ. તમારે બધાને અમુક અમુક અંશે વ્યક્ત થતી જાય છે.
આત્માની શક્તિ વ્યક્ત થઈ જાય, પછી બહારની કશી માથાકૂટ જ કરવાની ના રહે. ખાલી મહીં વિચાર જ આવે કે તે પ્રમાણે બહાર બધું એની મેળે થઈ જાય. ‘વ્યવસ્થિત” બધું કરી નાખે. પેલા રાજા કરતાય આત્માનો વૈભવ ઘણો ઊંચો ! આ તો ભગવાન પદ !
આત્માની અનંત શક્તિ શાથી કહી ? અનંત કામ કરી શકે ! તમને ગોઠવતા આવડવું જોઈએ. જેટલી (શક્તિ) એમાં તમને લેતા આવડે. જેટલું એડજસ્ટમેન્ટ ગોઠવતા આવડે, એટલું તમને પ્રાપ્ત થાય.
તમે શુદ્ધાત્માથી જુઓ એટલે આપણામાં જગત દૃષ્ટિ ના હોય. જે દષ્ટિને આપણે બાજુએ મૂકી દીધી છે. આપણે તરણતારણ છીએ, તરીએ અને તારીએ. તમો કલ્પો ને સિદ્ધ થઈ જાય તેવી તમને (શક્તિ) આપેલી છે તે પરમેનન્ટ છે.
એકતાર થયે પ્રગટ થઈ જાય શક્તિ પોતાને નિરાલંબ લાગવું જોઈએ. કોઈ પણ વસ્તુ મને કંઈ પણ કરી શકતી નથી, એવું એના મનમાં ભાન થઈ જાયને બધું તો કેટલી બધી શક્તિઓ ઉત્પન્ન થઈ જાય ! શક્તિવાળાને અડવાથી ફેરફાર થઈ જાય છે.
આત્માની અનંત શક્તિ, તે તમે એકતાર થાઓને તો શક્તિ પ્રગટ થઈ જાય.
પ્રશ્નકર્તા : શ્રેણી માંડીએ ત્યારે એકતાર થાયને ?
દાદાશ્રી : હા, શ્રેણી માંડવાની. તે બીજી શી શ્રેણી માંડવાની ? આપણે શુદ્ધાત્માના સ્વરૂપમાં વર્યા અને એકતાર થવા માંડ્યા કે શ્રેણી મંડાઈ ગઈ.
પ્રશ્નકર્તા: પાંચ ઈન્દ્રિયોના વિષયો ને ચાર સંજ્ઞા એ બધું તો હોય છે ને ?