________________
(૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ?
દાદાશ્રી : જડની પણ અનંત શક્તિ. શક્તિ બે પ્રકારની : એક ચૈતન્યશક્તિ અને એક જડશક્તિ. જડમાંય શક્તિ ખરીને પાછી. જોને, અણુમાંથી ખોળી છે ને ! જોયુંને બધી શક્તિઓ ?
૪૭
પ્રશ્નકર્તા : હવે અત્યારે જે વાત ચાલે છે એ જે પરમાણુ છે એ પરમાણુમાંય શક્તિ છે ?
દાદાશ્રી : ૫૨માણુમાં ખરીને શક્તિ, પણ પરમાણુ એ અવિભાજ્ય હોય એટલે ફેરફાર ના થાય શક્તિ. પરમાણુ જ્યારે ભેગા થાયને, અણુ થાય. અને અણુને તોડી શકાય. એટલે અણુમાં શક્તિ છે અને પરમાણુ શક્તિ બહાર નથી પડેલી. અણુ એટલે કેટલા (બધા) પરમાણુ ભેગા થાય ત્યારે અણુ થાય અને આ પરમાણુ તો અવિભાજ્ય છે.
કોઈ પણ વસ્તુને તેના મૂળ સ્વરૂપે લઈ જાઓ તો તેમાં અનંત શક્તિઓ છે. મૂળ સ્વરૂપની મૂળ શક્તિ કદી જ નાશ પામતી નથી. પુદ્ગલતી અનંત શક્તિએ ભગવાનનેય ગૂંચવ્યા
પ્રશ્નકર્તા : આત્માની શક્તિ અને આ પુદ્ગલની શક્તિ એમાં તફાવત શું ?
દાદાશ્રી : પુદ્ગલમાંય અનંત શક્તિ છે. તે રૂપી છે અને સક્રિય છે. અને તે પુદ્ગલ કંઈ પાછું પડે એવું નથી. પુદ્ગલે ભગવાનને આંતર્યા. છે ને તે ભગવાન મહીં ગૂંચવાયા ! આ કોશેટો પેલો કરોળિયો વીંટે છે ને પોતાની આજુબાજુ, તે કરોળિયો જાળ તૈયાર કરે છે, ને પછી મહીં મૂંઝાય જાય એના જેવી સ્થિતિ. આ પુદ્ગલની કરામત છે.
પ્રશ્નકર્તા : આપે પુદ્ગલ અને આત્મા બન્નેની અનંત શક્તિ કહી સાથે સાથે એ પણ સમજાવ્યું કે બન્નેની શક્તિ નોખી-નિરાળી છે, એકમેકની સાથે કંઈ લેવાદેવા નથી તો પછી પુદ્ગલે ભગવાનને કઈ રીતે આંતર્યા ?
દાદાશ્રી : પુદ્ગલમાં ‘હું જ છું’ એમ માનતો હતો એટલે એની શક્તિ પુદ્ગલમાં પેસી ગઈને તે પુદ્ગલ શક્તિવાળું થયું. અને જ્યારથી