________________
४८
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
હું આત્મા છું તેનું લક્ષ બેસી ગયું ત્યારથી પુદ્ગલથી છૂટો પડ્યો. પણ શક્તિવંત બનેલું યુગલ નરમ પડતા વખત જાય અને છૂટો પડેલો આત્મા પૂર્ણપણે પહોંચતાય ટાઈમ લાગે.
આત્મશક્તિ આવરાતા ચઢી બેઠી જડશક્તિ પુદ્ગલની શક્તિ તે આખો આત્મા જ એણે બાંધી લીધો છે. છૂટવા જ નહીં દેતી હવે. લબાકા માર્યા જ કરે. અનંત શક્તિ એ જડની છે. આ અણુબૉમ્બ ફોડલા, જોયેલું નહીં ? અનંત શક્તિ. એ જડમાં પેઠો એટલે જડશક્તિ પ્રાપ્ત થઈ જાય છે. મિશ્રચેતનની શક્તિ એટલે જડ અને ચેતન બેની મિક્સરની શક્તિ છે.
આત્માની અનંત શક્તિઓ છે અને પુદ્ગલની પણ અનંત શક્તિઓ છે. આ તો પહેલા પુદ્ગલની અનંત શક્તિથી આત્મા સપડાયો છે, પણ પુદ્ગલની જડશક્તિ હોવાથી છેવટે ટિકબાજી (યુક્તિ)થી આત્મા નીકળી જાય છે.
પ્રશ્નકર્તા: એ બરોબર છે, તો પછી એને તમે કીધું આ જડશક્તિ, એની શક્તિ વધારે છે એ વાત તો સાબિત થઈને ?
દાદાશ્રી : આત્માની શક્તિ આવરાઈ છે. એ આવરાઈ છે એટલે જડશક્તિમાં આ મિલ્ચર થયું, ને એ જડશક્તિ જ ઉપર ચઢી બેઠી છે ! હવે છૂટવું હોય તોયે છૂટાય નહીં. એ તો જ્ઞાનીની પાસે જાય, ત્યારે છૂટે. નહીં તો લાખ અવતારેય એ છૂટે નહીં. અને આ તો જેમ દારૂ પીવે છે ને તેનો અમલ છે ને, એવી રીતે આ અહંકારનો અમલ છે. તેથી બધું ચાલ્યા કરે છે ગાડું.
અનંત શક્તિવાળો પણ અહંકારતી હાજરીએ ઉદાસીત પ્રશ્નકર્તા અમલ છે પણ આત્માની પોતાની શક્તિ તો છે જ ને?
દાદાશ્રી : આત્માની શક્તિ છે, પણ આત્મા બિલકુલ ઉદાસીન છે. જ્યાં સુધી આપણે અહંકારમાં છીએ, ત્યાં સુધી આત્મા ઉદાસીન છે.