________________
૪૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આત્મશક્તિ અનંત પણ આવરાયેલી
આત્માની શક્તિઓ સ્વાધીન છે પણ આવરાયેલી છે એટલે કામ નથી લાગતી. ઘરમાં દાટેલો હીરો હોય તો તેની કોને ખબર પડે ? પણ હીરાની શક્તિ હીરામાં ભરી પડી છે.
એટલે આટલી બધી આત્માની અનંત શક્તિઓ આ આવરાયેલી પડી છે. આખું બ્રહ્માંડ ધ્રુજાવે, ડગાવે એટલી શક્તિઓ છે.
જેટલા જીવો છે દુનિયામાં, એ બધા જીવોની ભેગી કરેલી શક્તિ એક આત્મામાં છે બધી. આત્માની શક્તિ છે એ બીજી કોઈ વસ્તુમાં આવતી નથી, એટલી બધી શક્તિઓ છે.
પરમાત્મશક્તિ અનંત પણ સંસારે અશક્ત
આત્માની શક્તિ મહીં છે જ. આત્માની શક્તિ એ તો પરમાત્મપણાની શક્તિ છે. બાકી એ પરમાત્મામાં એક શેક્યો પાપડ ભાંગવાની શક્તિ નથી અને આમ અનંત શક્તિના એ માલિક છે.
પ્રશ્નકર્તા : હું, પાપડ ભાંગવાની શક્તિ નથી પણ તમે એક બાજુ એમ કહો છો કે આત્મામાં અનંત શક્તિ છે, એટલે બે શક્તિઓ થઈ ?
દાદાશ્રી : હા, શક્તિ બે પ્રકારની. એક શક્તિ તે જ્ઞાન-દર્શન, તેમાં લાગણીઓ હોય છે અને બીજી કાર્યશક્તિ, તે તેમાં લાગણીઓ ના હોય.
અનંત શક્તિ છે તે આ શક્તિ, પોતાની શક્તિ તો પાર વગરની છે પણ આવી શક્તિઓ નથી. ત્યાં આ કહે છે, હું પહોંચ્યો એ મારી શક્તિ છે આ તો. અલ્યા, આ તારી શક્તિ છે જ નહીં. આ તો રિઝલ્ટ છે.
મૂળ સ્વરૂપે જડ તત્ત્વ પણ અનંત શક્તિશાળી
પ્રશ્નકર્તા ઃ તો પછી આ જડને પોતાની કોઈ સ્વતંત્ર શક્તિ ખરી કે બધી આત્માને લીધે જ ?