________________
(૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ?
૪પ
નથી કરતો. આ મહેનતની ક્રિયા મિકેનિકલ છે, મિકેનિકલ નથી કરતો એ. પણ એની જ્ઞાનક્રિયા જબરજસ્ત હોય છે, દર્શનક્રિયા જબરજસ્ત હોય છે. અનંત શક્તિનો ધણી, જબરજસ્ત ! મિકેનિકલ શક્તિ નહીં. આ મશિનરી ફરે ને આ બધું લેવાદેવાની જે મિકેનિકલ શક્તિ છે, એ બધી પુદ્ગલની છે. પરમાણુની શક્તિ છે.
આત્મામાં ચાલવાની શક્તિ નથી, બોલવાની શક્તિ નથી. આત્માની જે શક્તિ છે, એમાંનો અંશ જો લોક જાણતું હોતને, તો લોકોનું કલ્યાણ ના થઈ ગયું હોત ?
આત્મા હાજર તો પુદ્ગલ દેખાય શક્તિશાળી પ્રશ્નકર્તા: આ જો પુદ્ગલ નીકળી જાય તો આત્મામાંથી શક્તિ નીકળી જાય છે ?
દાદાશ્રી : આ પુદ્ગલ જે શક્તિવાળું દેખાય છે ને, તે આત્મા મહીં છે તેથી. નહીં તો જો આત્મા નીકળી જાયને, તો આ શક્તિવાળું ના દેખાય.
પ્રશ્નકર્તા ઃ હવે આ શક્તિ તો જડ છે ? દાદાશ્રી : હા, આ જે દેખાય છે એ શક્તિ જડ છે બધી.
પ્રશ્નકર્તા ? અને જો આત્મામાંથી આ શક્તિ કાઢી લેવામાં આવે..
દાદાશ્રી : ના, આત્મામાંથી નથી આવતી, આત્માની હાજરીને લીધે આવે છે. આત્મા હાજર છે તો આ શક્તિ ઉત્પન્ન થાય છે. આત્મા જો ગેરહાજર થઈ જાય તો શક્તિ ઊડી જાય.
પ્રશ્નકર્તા ઃ એ આત્મામાંથી નથી આવતી પણ આત્મામાં છે તો ખરીને ?
દાદાશ્રી : એ એની જુદી શક્તિ છે, એમાંથી અહીં શક્તિ આવતી
નથી.