________________
૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા : જોતો, તત્ત્વસ્વરૂપી જ્ઞાન પોતે જ પરમાત્મા છે.
દાદાશ્રી : બરોબર છે.
::
આ ચંદુભાઈ હોય તે જ્ઞેય, એ નિરંતર પરિવર્તન થયા કરે છે. પણ એક ભવના માટે (એનો) આકારેય નક્કી હોય છે. પણ છતાં નિરંતર ફેરફાર થયા કરે છે.
હવે ત રહ્યું ચાળવાતું ફરી
મૂળ આત્માનો એક શબ્દ બોલું, ‘અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું.’ આ એની સમજણમાં બેસે, આવું કેટલીયવાર એની સમજમાં બેસે ત્યારે તો ફિટ થાય.
ચાળવું હોય ત્યાં સુધી ચાળવાનું. બાકી બધું ચાળી નાખ્યું છે. હવે પછી ઘઉં-કાંકરા ફરી ચાળવાની જરૂર નથી. આ તો કો'ક ફેરો વાત નીકળે સાધારણ, તો એ વાત જુદી છે. બાકી એક ફેરો આત્મા જુદો પડ્યો, પછી એ બધું ફરી ચાળવાનું રહ્યું નહીં. તો હવે એ આજ્ઞામાં રહે. આજ્ઞા જે પાળવાની હોય તેમાં જ રહેવાનું રહ્યું છે. પણ છતાંય મનનો સ્વભાવ છે તે કો'ક વાત હોય તો ઊંધી ઘાલે, તેનો ઉકેલ લાવવો પડે. નહીં તો કંઈ જરૂર નથી. ક્યાં સુધી જરૂર ? જ્યાં સુધી જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપના ભેદ છે, ત્યાં સુધી જરૂર છે. જ્યાં અભેદ થયુંને એટલે કંઈ જરૂર નથી. આપણું અભેદસ્વરૂપ છે, આત્મા આપણો અભેદસ્વરૂપ છે અને પેલું દર્શન પહેલું શીખવું પડે, પછી જ્ઞાન શીખવું પડે.
પ્રશ્નકર્તા ઃ પછી તપ કરવું પડે. પછી સમજીને સમાઈ જવાની વાત આવે છે.
દાદાશ્રી : એ તો હજુ કચાશ હોયને, તેને સમજીને સમાઈ જવાનું. બીજાને આજ્ઞા સમજાઈ ગઈ હોય અને આજ્ઞા જ પળાતી હોય, પછી વાંધો નહીંને ! જરૂર જ નહીંને ! છતાં મન કૂદાકૂદ કરતું હોય તો બેસાડીએ, થોડીવાર વાતચીત કરીએ. સમજવાનું કંઈક બાકી રહ્યું હોય, તે સમજી લઈએ એટલે સમાઈ જાય. આ બહુ ઝીણી વાત છે.