________________
(૨.૨) અનંતા જોયોને જાણવામાં... શુદ્ધ છું
૪૩
હવે જગત ક્યાં પહોંચી વળે ? સમકિત-બમતિને તો પહોંચી ના વળે. કેવળજ્ઞાન સ્વરૂપી આત્મા આપેલો છે. એ વાક્ય છે એ જ કેવળજ્ઞાન સ્વરૂપ છે. “અનંતા જોયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું.” એ કેવળજ્ઞાન વાક્ય છે. દ્રવ્ય-ગુણપર્યાયથી સમજે એટલે બધું આખું કેવળજ્ઞાન સમજી ગયો.
અનંતા જોયોને જાણવામાં. આ અમારા વાક્યમાં એટલું બધું બળ છે કે બોલતાની સાથે જ ફુલ કેવળજ્ઞાન સ્વરૂપ થઈ જાય. આ વાક્ય સમજવામાં છે બહુ અઘરું પણ બોલે તો ફુલ કેવળજ્ઞાન સ્વરૂપ થઈ જાય. કારેલાનું નામ ના જાણતો હોય પણ શાક ખાય તો સ્વાદ તો આવી જાયને ?