________________
(૨.૨) અનંતા જ્ઞેયોને જાણવામાં... શુદ્ધ છું
નથી, ઝળકે છે અંદર. જેમ આ અરીસો એની જગ્યાએ ઊભો રહે છે અને લોકો જેટલા આવેને, એ બધા મહીં ઝળકે. હા, જ્ઞાનમાં જ ઝળકે.
૪૧
પ્રશ્નકર્તા : હવે જ્ઞાન ત્યાં આત્મા હોય, ત્યારે બધે જે કંઈ ઝળકે છે ત્યાં મારો આત્મા બધે છે ?
દાદાશ્રી : આત્મા છે જ. જ્યાં જ્ઞાન નથી, ત્યાં આત્મા નથી.
પ્રશ્નકર્તા : આપણે જેટલા જેટલા જ્ઞેયો જોઈએ એટલે જ્ઞાનથી જ્ઞેય જોવાય તો જ્યાં આપણે દૂરદૂરના શેયો જોઈએ, તો આત્મા મારો ત્યાં ત્યાં બધે જાય ?
દાદાશ્રી : ના, ના, કંઈએ જવાની જરૂર નહીં. એ જ્યાં આગળ બેઠા છે ને, ત્યાં આગળ સિદ્ધક્ષેત્રમાં બેઠા છે, ત્યાં અંદર બધું ઝળકે. મેં હાથ ઊંચો કર્યોને, તે એમને એમના જ્ઞાનમાં અંદર ઝળકે. એમને જોવા જવું પડે નહીં, ઉપયોગ દેવો ના પડે. ઉપયોગ દેવા જાય તો મહેનત થાય. ઉપયોગ તો આપણે દેવાનો હોય છે. કારણ કે દુરુપયોગ કરેલો, તે શુદ્ધ ઉપયોગમાં આવવું પડે છે. પણ એમને શુદ્ધ ઉપયોગ કશું રહ્યું નહીંને ! તિજ અવસ્થાને જ્ઞેયરૂપ જોતો, પોતે તત્ત્વસ્વરૂપ પરમાત્મા
પ્રશ્નકર્તા : દાદા, છેલ્લે તો નિજ અવસ્થાને પણ જ્ઞેય તરીકે જોતો તત્ત્વસ્વરૂપી જ્ઞાન પરમાત્મા પોતે થાય છે ને ?
દાદાશ્રી : બસ, આ ‘ચંદુભાઈ’ને તમે જોયા કરો. પોતાની નિજ અવસ્થા, ચંદુભાઈ તમારી નિજ અવસ્થા છે. એને તમે જોતાં જ, અવસ્થારૂપે જુઓ તો તમે પોતે જ પરમાત્મા છો. નિજ અવસ્થાને પણ જ્ઞેય તરીકે જોતો, આ અત્યારે એને જ્ઞેય તરીકે જુદો જુએ, તે તત્ત્વસ્વરૂપ પરમાત્મા જ છે. આમ જોવું-જાણવું એ તમારું કામ અને ચંદુભાઈનું ક્રિયાનું કામ, આ વાક્ય એવું કહેવા માગે છે.
આ નિજ અવસ્થાને એટલે આ તમારી જે અવસ્થા છે, આ ચંદુભાઈ, એને ‘જ્ઞેય’સ્વરૂપે એટલે આ તમે તો પોતે ‘જ્ઞાતા’ ને આ ‘શેય' છે, એવી રીતે જોતો...