________________
૪૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા: તમે જ્ઞાની છો તે કોઈ એક વ્યક્તિને જુઓ એટલે એની તમામ અવસ્થાઓનો તમને ખ્યાલ આવી જાય. હવે એ અમને શેયોને જેમ છે તેમ જાણવાની આ શરૂઆત ક્યારે થાય ?
દાદાશ્રી: એ તો શરૂઆત થઈ ગઈ છે. અત્યારે આ મન-બન બધું દેખાય, વંચાય. એ બધું જોય છે અને તમે જ્ઞાતા છો. બુદ્ધિ શું કૂદાકૂદ કરે છે ને આ બધું શું થઈ રહ્યું છે, એમ જે છે એ બધું જાણો. એ જોય છે અને તમે જ્ઞાતા છો. પણ પેલું જ્યારે અત્યંત સૂક્ષ્મ થાય ત્યારે બહુ પ્રકારે જાણે. આ ઉપરનો ધૂળ ભાગ દેખાય છે, પણ સ્થળ ભાગ દેખાય એટલે શેય-જ્ઞાતાનો સંબંધ થઈ ગયો. ત્યારથી એ મુક્તિ પામવાનો. બાકી શેયજ્ઞાતાનો સંબંધ ક્યારે થાય ? આત્મા પ્રાપ્ત થયા પછી. અને પછી બધા જ પર્યાય શુદ્ધ થયે અનંત જ્ઞાન કહેવાય. સૂક્ષ્મ સંયોગો તો તે જ્ઞાનના શુદ્ધ પર્યાયો ઉત્પન્ન થાય ત્યારે જ ઝળકે અને બધા જ પર્યાયો શુદ્ધ થાય તે અનંત જ્ઞાની, પરમાત્મા સ્વરૂપ !
એટલે હંમેશાં પર્યાય સૂમ થતા જાય દહાડે દહાડે. આ સંસારની બધી અવસ્થાઓ જોવાની જોવાઈ જાય ત્યાર પછી છે તે સૂમ થાય, જલદી, ઝપાટાબંધ. અને પછી જે દશા આવે તે અવલંબન રહિત હોય, નિરાલંબ હોય. જ્ઞાની નિરાલંબ હોય. અમને કોઈ પણ અવલંબન, શુદ્ધાત્મા શબ્દનું કે કોઈ જાતનું અવલંબન ના હોય. શબ્દનું અવલંબન તમને આપ્યું છે, અમને અવલંબન ના હોય. તમને મુશ્કેલી આવે તો તમે શુદ્ધાત્મામાં પેસી જાવ. અને અમારે તો મુશ્કેલી હોયને, તો અમે નિરાવલંબનમાં જ હોઈએ. પછી અમારે અવલંબનની જરૂર જ નહીંને ! એ તમારી સ્થિતિ ઉત્પન્ન થાય પછી, પહેલો આ માલ ખપી જાય તો. સિદ્ધાત્મા ન કરે મહેનત કરવાની, ઝળકે સઘળું મહીં જ
પ્રશ્નકર્તા : પછી સિદ્ધક્ષેત્રમાં આખા બ્રહ્માંડના જોયોનું બધું જાણવાનું, તે બધે મારો આત્મા ફરે છે ?
દાદાશ્રી : ના ફરતો નથી, મહીં ઝળકે છે. ફરવા માટેની જરૂર