________________
૩૯
(૨.૨) અનંતા જોયોને જાણવામાં શુદ્ધ છું
| સર્વે યો દેખાય પૂર્ણતાએ, કેવળજ્ઞાતમાં
પ્રશ્નકર્તા જેવી રીતે કેરીનો દાખલો આપ્યોને, તો એવી રીતે કોઈ પણ મનુષ્ય કે કોઈ વ્યક્તિ કે કોઈ જીવ કે કોઈ પ્રાણી એની પણ તમામ અવસ્થાઓ અમને ખ્યાલમાં આવે ? અંદરનું બધુંય ખ્યાલ આવે ?
દાદાશ્રી : બધી ખબર પડે. અંદર-બહાર બધુંય ખબર પડે. પ્રશ્નકર્તા: એ સ્ટેજ આવે ત્યારે પણ ? દાદાશ્રી : એ તો કેવળજ્ઞાન થાય ત્યારે.
પ્રશ્નકર્તા: કેવળજ્ઞાન થાય ત્યારે આ દેખાય આપણને અથવા તો આ સમજ પડે એટલે આપણને કેવળજ્ઞાન થવા માંડ્યું છે, એવું આપણને ખ્યાલ આવેને ?
દાદાશ્રી : આ જ્ઞાન મળ્યા પછી બે-એક અવતારમાં પેલો ખાલી થઈ જાય જ્યારે, ભરેલો માલ. એ ફાઈલો ખલાસ થઈ કે ફુલ ગવર્મેન્ટ.
ત્યાં સુધી ઈન્દ્રિમ ગવર્મેન્ટ. ફાઈલો ખલાસ થઈ ગઈ એટલે ફુલ ગવર્મેન્ટ. ફાઈલો એટલે શું ? મનમાં બધી આવ્યા કરે. તે મનમાં, બુદ્ધિમાં જે આવ્યા કરે. જો ક્રોધ આવે ત્યારે ક્રોધ-માન-માયા-લોભ થયા કરે, એ બધી ફાઈલો.
પ્રશ્નકર્તા ઃ હું એવી રીતે લઉ કે બીજાનું મારે અનંતી અવસ્થાઓનું જ્ઞાન નથી જોઈતું, મારી અનંતી અવસ્થાઓનું મારે જ્ઞાન જોઈએ છે તો?
દાદાશ્રી : એ તો એય થાય ને આયે થાય, બે સાથે જ હોય. એવું ટૂંકું ના હોય. સવાર થાય કે બધે સામટા સૂર્યનારાયણ ઊગ્યા. એટલે આપણા એકલા પૂરતું ના ઊગે એ, બધા માટે ઊગે. પહેલા સ્થૂળ દેખે પછી થતું જાય સૂક્ષ્મ, છેલ્લે નિરાલંબ
પ્રશ્નકર્તા: જ્ઞાનીને બધા શેયોનો ખ્યાલ આવે, પણ એ કોઈને કહી ના શકે ?
દાદાશ્રી : એમાં શબ્દ જ ના હોય, અવર્ણનીય, અવક્તવ્ય.