________________
(૨.૨) અનંતા જ્ઞેયોને જાણવામાં... શુદ્ધ છું
દાદાશ્રી : આ તો આમ કરતા કરતા ટુકડે ટુકડે સમજાવાય જરા. પછી એમ કરતા કરતા ગેડ બેસી જાય.
શાસ્ત્રોથી પર વાત, અક્રમ વિજ્ઞાત મહીં
પ્રશ્નકર્તા : જ્ઞાનવિધિમાં આપ બોલો છો તે વખતે બોલી તો જઈએ છીએ પણ...
૩૭
દાદાશ્રી : બોલવાની જ જરૂર. બોલ્યો એટલે કો'ક દહાડો ઊગશે. મહીં છપાઈ ગયું છે ને ! એટલે જે કહું છું ને, પછી જાણશે એ કો'ક દહાડો. બોલ્યો જ ના હોય તો શું થાય ?
પ્રશ્નકર્તા ઃ છતાં દાદા, આપ જે બોલાવો છે એની પાછળ કોઈ ગૂઢ વૈજ્ઞાનિક કારણ દેખાય છે.
દાદાશ્રી : હા, બોલાવું છું. એ બોલાવું નહીં ત્યાં સુધી આત્મા મહીં છૂટો પડે નહીંને ! આ અક્રમ વિજ્ઞાનની એ જ છે બધી અજાયબી ! નહીં તો છૂટો પડે નહીં આત્મા કોઈ દહાડો. એક્ઝેક્ટ ભેદજ્ઞાન જોઈએ. શાસ્ત્રમાં ભેદજ્ઞાન હોય નહીં. આવું વાક્ય હોય કદીયે શાસ્ત્રમાં ?
પ્રશ્નકર્તા : ના, ન જ હોય.
દાદાશ્રી : આ વાક્ય અનુભવ સિદ્ધ થઈ જાય તો અહીં ને અહીં મુક્તિ થઈ જાય. અને આવાં વાક્યો સિવાય છુટકારો થાય નહીં ને આત્મા જુદો પડે નહીં કોઈ દહાડોય. મૂળ દ્રવ્ય અને એની મૂળ વાત જોઈએ. મૌલિક વાત જોઈએ, શાસ્ત્રની વાત ચાલે નહીં.
અજાયબ વસ્તુ પ્રાપ્ત થઈ જ્ઞાતીકૃપાએ
પ્રશ્નકર્તા ઃ આમાં તો પ્રગટ પુરુષનો આધાર જોઈએ. એની પ્રગટતા, એનું જ જ્ઞાન, આપણું નહીં, એની જ અનુભૂતિ તો કામ થાય.
દાદાશ્રી : ત્યારે અમે કેવા છીએ એવી પછી ખબર ના પડી ? આવું હોવા છતાં, આટલી બધી ધમાલ હોવા છતાંય શુદ્ધતા જતી નથી, આનું નામ અક્રમ અને ક્રમમાં તો સંગ છોડો તો અસંગ થશો.