________________
૩૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા ઃ પર્યાયમાં તત્ત્વદૃષ્ટિથી તો દ્રવ્ય દેખાયને ? પર્યાયમાં તત્ત્વદૃષ્ટિ એ જ દ્રવ્યને ?
દાદાશ્રી : ના. એ પર્યાયમાં તત્ત્વદૃષ્ટિ ના હોય, તત્ત્વમાં તત્ત્વદૃષ્ટિ હોય.
આ કિરણ એ સૂર્ય નથી, સૂર્ય એ સૂર્ય છે, એવું આ પર્યાયો કિરણસ્વરૂપ છે. એ તો કંઈક એ વાદળ આવે તો બંધ થઈ જાય પણ સૂર્ય કંઈ ગયો નથી. અગર તો આ કિરણ તો અમથા અહીં આગળ કશું કપડું બાંધીએ તોય ના દેખી શકે. સૂર્ય એ મુખ્ય વસ્તુ છે. ગુણો એ કાયમના હોય, પર્યાય બદલાયા કરે.
ય થકી જ્ઞાત, પણ પ્રગટે સ્વતંત્રપણે પ્રશ્નકર્તા: ‘જોયાકારે પ્રગટતું પોતાનું પરિણામ એ મૂળ પોતાને કારણે જ પ્રગટે છે ?”
દાદાશ્રી : પોતાને જ કારણે પ્રગટે છે.
પ્રશ્નકર્તા: જ્ઞાન જે પ્રગટ્યા કરે છે, એ સ્વતંત્ર રીતે પ્રગટે છે ને કે શેયના કારણે પ્રગટે છે ?
દાદાશ્રી : જ્ઞાન સ્વતંત્ર છે, પણ જ્ઞાન ઓર્ડર (અમલ)માં ક્યાં સુધી હોય ? ત્યારે કહે, શેય હોય તો જ આ જ્ઞાન હોય, નહીં તો હોય જ કેવી રીતે ?
પ્રશ્નકર્તા : શેય હોય તો જ્ઞાન હોય, એ બરાબર છે પણ જ્ઞાન જે પ્રગટ થયું એ સ્વતંત્ર રીતે થયું કે શેયને લીધે થયું ?
દાદાશ્રી : ના, સ્વતંત્ર રીતે પ્રગટ થયું. પ્રગટ થયા પછી શેયને જોઈ શકે.
પ્રશ્નકર્તા: હવે જે જ્ઞાન પ્રગટ થયું એ અવસ્થા પૂર્વનિશ્ચિત છે ? દાદાશ્રી : ના, એ અવસ્થા પૂર્વનિશ્ચિત નથી.