________________
(૨.૨) અનંતા જ્ઞેયોને જાણવામાં... શુદ્ધ છું
દાદાશ્રી : જરૂર જ નથી. પ્રશ્નકર્તા ઃ તો એ શું છે ?
દાદાશ્રી : પર્યાય એ તો બહારનું જોવા માટે છે. કેમ ? ત્યારે બહાર જોવાની જે ચીજો છે ને, તે પરિવર્તનશીલ છે એટલે પર્યાય પણ પરિવર્તનશીલ છે. અને એ મૂળ ગુણ છે તે આઘાપાછા ના થાય કાંઈ.
પ્રશ્નકર્તા : આત્માનું જ્ઞાન તો પર્યાયમાં જ આવે છે ને બીજે ક્યાં જાય ?
૩૧
દાદાશ્રી : હા, પર્યાયમાં જાય છે પણ પર્યાયને આત્મા ના કહેવાય. દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણ ભેગા થયા ત્યારે વસ્તુ કહેવાય, તત્ત્વ કહેવાય અને એ તત્ત્વ આખું જ જોઈએ. એકલા પર્યાયનું ચાલે નહીં. ગુણ વગર પર્યાયેય ના હોય. પણ પર્યાય વિનાશી છે. લોકો શું સમજ્યા છે કે આત્મા કોઈ વસ્તુ બીજી હશે, જ્ઞાન સિવાય. એટલે અમે શું કહીએ છીએ કે એ એબ્સૉલ્યૂટ જ્ઞાન માત્ર જ છે.
દ્રષ્ટા પોતે જ મુખ્ય, દૃષ્ટિ એ તો દ્રષ્ટાતો પર્યાય
પછી અનંત દશ્યોને જોવામાં પરિણમેલી, એટલે પોતે દૃશ્યસ્વરૂપ થઈ જાય છે, છતાં પોતે છે દ્રષ્ટા.
પ્રશ્નકર્તા : દૃષ્ટિ એ જ દ્રષ્ટા છે ને, જે ચેતન આપણે કહીએ ? દાદાશ્રી : દૃષ્ટિ તો એનો પર્યાય છે, દ્રષ્ટાનો પર્યાય છે.
પ્રશ્નકર્તા : પર્યાયમાંયે દ્રવ્ય તો સમાયેલું જ છે ને ?
દાદાશ્રી : પર્યાય તો દ્રવ્યનો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતો ભાવ છે. ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી અવસ્થા છે. એટલે આ દ્રષ્ટાએ આ દૃશ્ય જોયું, આ જોયું, આ જોયું, આ જોયું. દ્રષ્ટા દૃષ્ટિથી જુએ છે. એ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. કીડી દેખાય છે, પછી વાઘ દેખાય છે. ફલાણું એ પાછું એટલે એ અવસ્થાઓમાં પર્યાય નિરંતર બદલાયા કરે, દ્રષ્ટા ના બદલાય.