________________
૩૩
(૨.૨) અનંતા જોયોને જાણવામાં... શુદ્ધ છું
પ્રશ્નકર્તા તો પછી એ શેયને કારણે પ્રગટ થયું એમ થયુંને? એવો અર્થ થાય.
દાદાશ્રી : શેયને લેવાદેવા નહીંને ! શેયને અને એને લેવાદેવા
નહીં.
તત્ત્વ હોય ગુણ-અવસ્થા સહિત જ પ્રશ્નકર્તા ઃ હવે એ કહોને, અનંતી અવસ્થા એટલે ? દાદાશ્રી : જોયો અનંતા એટલે અવસ્થાઓ અનંતી થાય. પ્રશ્નકર્તા ઃ બરોબર, પણ એને અનંતી અવસ્થા કેમ કીધી ?
દાદાશ્રી : આત્માનેય અવસ્થાઓ છે, અનંત અવસ્થાઓ છે. અનંત જોયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાગ શુદ્ધ છું. ભગવાન કહે છે, જેટલા તત્ત્વો છે તે બધાનેય ગુણ હોય અને તેની અવસ્થા હોય. જો અવસ્થા ના હોય તો તે તત્ત્વ નહીં. આત્માની અનંત અવસ્થાઓ છે. દહાડે અહીં મોટરો-ઘોડાગાડી, દોડધામ ચાલુ હોય ત્યારે સિદ્ધ આત્માની અવસ્થાઓ ઘણી બધી વધી જાય ને રાત્રે ટાઢું પડે ત્યારે ઓછું થઈ જાય. અનંત શેયો એટલે અનંત અવસ્થાઓ.
સામાન્યભાવે જોયું તો છૂટ્ય, વિશેષભાવે ચોંટ્યું
અને તે અવસ્થાઓ બદલાયા જ કરે છે, જાનમાં, લગ્નમાં, ઘરમાં, માર્કેટમાં પણ દરેક અવસ્થાઓમાં મારું જ્ઞાન મેલું થતું નથી. અવસ્થાઓ નિરંતર ફર્યા કરે છે. એક આમ આ કેરીને જોઈ અને પછી પાછું બીજું જુએ, ત્રીજું જુએ, ચોથું જુએ એ પર્યાય. અવસ્થાઓ બધી ફર્યા કરે છે. એ જ્ઞાનની અવસ્થાઓ શુદ્ધ ને શુદ્ધ જ રહે છે.
આ બધા શેયો જોઈએ તેથી કરીને બધી એવી અવસ્થા થઈ જાય, પણ આપણે શુદ્ધ જ છીએ. આપણી શુદ્ધતાને કશી હરકત આવતી નથી. જલેબી જોઈ કે ગમે તે જોયું તેથી શુદ્ધતાને હરકત આવતી નથી. એ જલેબી જુએ ને એમાં તમે મારાપણું કરો ને મોહ કરો તો જ નુકસાન