________________
૨૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
અનંતા જોયો, તે શેય કેટલા પ્રકારના? ઓહોહો ! જ્યાં જુઓ ત્યાં શેય દેખાયા. એમાંય છે તે (પોતે) સંપૂર્ણ શુદ્ધ. આત્માનો પ્રકાશ
જ્યોતિસ્વરૂપ, તે શેય જુએ અને પોતે શેયાકાર થાય પાછો. પણ છતાં અડે-કરે નહીં. એમાંય શુદ્ધતા. હવે ત્યાં માની બેઠો છે કે આ મને કર્મ અડ્યું. એ માની બેઠો. માનેલું શી રીતે છૂટે ? એ માને છે શાથી? ત્યારે કહે, મહીં પુણ્ય-પાપના જે પર્યાયો છે ને, એ પર્યાયો એને આવું કરાવડાવે છે, મનાવડાવે છે. એ પર્યાયો અમે તોડી નાખીએ છીએ હડહડાટ, એટલે ભૂમિકા ક્લિયર થઈ જાય છે. પછી જાગૃતિ આવી જાય.
જોયોમાં પરિણમે છે છતાંય હું શુદ્ધ જ છું. કોઈ કહેશે, ત્યાં ચોંટી ગયું નથી ? ત્યારે કહે, ના, બા. હું શુદ્ધ જ છું. માટે ગભરાશો નહીં. કંઈ હું (આત્મા) બગડ્યો નથી, તમારી (અહંકારની) માન્યતા બગડી છે
પર્યાય થયા કરે વિનાશ, ગુણ રહે પરમેનન્ટ પ્રશ્નકર્તા : અને આ બધું જોનારી તો જ્ઞાનશક્તિ જ ને ?
દાદાશ્રી : હા, જ્ઞાનથી જોઈએ છીએ. પણ જ્ઞાનથી જે જોઈએ છીએ એ વસ્તુ શેય છે, જાણવાની વસ્તુ છે. જાણવાનું જ્ઞાનથી અને જ્ઞાનથી જાણવાનું તો કેવી રીતે જાણ્યું ? ત્યારે કહે, એની અવસ્થાઓ ઉત્પન્ન થઈ. તે કેરી જોઈ એટલે કેરી રૂપ થઈ ગયું. તે કેરી તૂટી પડી તે આ એવું થઈ ગયું. કારણ કે વસ્તુઓ વિનાશી, માટે આ પર્યાય વિનાશી છે. પણ જ્ઞાન વિનાશી નથી, જ્ઞાન તો જ્ઞાન જ છે, પરમેનન્ટ છે.
વિનાશી વસ્તુનું પરિવર્તન થાય છે, એમાં આત્માની જ્ઞાનશક્તિ પરિવર્તન પામે છે. કારણ કે અવસ્થાને જોનાર જ્ઞાન છે. તે અવસ્થા બદલાય છે તેમ જ્ઞાન પર્યાય બદલાય છે. પર્યાયોનું નિરંતર પરિવર્તન થયા જ કરે છે. અનંતા જોયોને જાણવા જ્ઞાન ફરતું હોય. અવસ્થાઓ જેમ ફરે તેમ જ્ઞાન ફરે છતાં જ્ઞાન શુદ્ધ રહે છે, સંપૂર્ણ શુદ્ધ રહે છે, સર્વાગ શુદ્ધ રહે છે. પર્યાય ફેરફાર થાય છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન પર્યાયસ્વરૂપે ફરે છે ?