________________
(૨.૨) અનંતા જ્ઞેયોને જાણવામાં... શુદ્ધ છું
દાદાશ્રી : હા, અને પોતાના પર્યાયને પણ જે જાણે છે તે પોતે છે, શુદ્ધાત્મા છે.
૨૯
આત્મા એ શુદ્ધ ચિત્ત સ્વરૂપ છે, પણ એના પર્યાય વિનાશી છે. જેટલો વખત જ્ઞેય રહે તેટલો વખત જ્ઞાનના પર્યાય રહે છે ને શેયો વિનાશી હોવાથી પર્યાય વિનાશી રહે છે. આ કેરી જુએ તો તેટલો વખત પર્યાય ઊભો થાય અને કેરી જાય એટલે પર્યાય વિનાશ થાય.
પણ જ્ઞેયનો ફે૨ફા૨ થયા કરે છે નિરંતર. એટલે જ્ઞેય પરિવર્તનશીલ હોવાથી આ જ્ઞાનને પર્યાય ઊભા થાય છે, અવસ્થાઓ બધી. જ્ઞેય ને દૃશ્ય પરિવર્તનશીલ હોવાથી જ્ઞાતાનું જ્ઞાન અને દ્રષ્ટાનું દર્શન એ ફેરફાર પર્યાય-અવસ્થા રૂપે થયા કરે છે. કારણ કે જોવાનું શું ? ત્યારે કહે, પોતાની જાતને જોવાની. પોતાની જાત તો સત્ છે, અવિનાશી જ છે અને આ જ્ઞેયોને જોવાના છે. એ જ્ઞેયો પરિવર્તનશીલ છે બધાય. એ પરિવર્તનશીલને જુએ તે ઘડીએ એની, જ્ઞાનની અવસ્થાઓ ઊભી થાય છે.
ગુણ વપરાય ત્યારે કહેવાય ધર્મ
પ્રશ્નકર્તા : જ્ઞેયોને જોવામાં-જાણવામાં જ્ઞાન-દર્શન એ ધર્મ કહેવાય કે ગુણ કહેવાય ?
દાદાશ્રી : જ્ઞાન એ ગુણ કહેવાય. જ્ઞાન-દર્શન-સુખ એ બધા ગુણ કહેવાય. કારણ કે ‘હું છું, એ કાયમનો છું’ એવું કહેવા માગે છે. પછી એ જ્ઞાન વપરાય અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં, ત્યારે એ ધર્મ કહેવાય. જ્ઞાનનો ધર્મ કહેવાય. જ્ઞાન એ તો ગુણ છે, કાયમનો ગુણ. એનો ધર્મ શું ? જ્ઞેયોને જાણવાનો.
જ્ઞેયમાં ન જાય આત્મા, જાય જ્ઞાત પર્યાય
પ્રશ્નકર્તા ઃ આત્માનો જે જ્ઞાન ગુણ છે, એનાથી આ જાણ્યું. હવે અતીન્દ્રિય જ્ઞાન અને ત્યાં આત્મા હોય. હવે મારા અતીન્દ્રિય જ્ઞાનથી મેં આ જાણ્યું કે આ વસ્તુ આ છે. ત્યાં મારો આત્મા જ્ઞેયમાં જાય છે ખરો કે નહીં ?