________________
૨
)
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આ વાક્ય બહુ લોકો સમજ્યા વગર ગાય છે, પણ ગાય છે ખરા. સમજાય નહીંને હમણે. હવે એ સમજવું સહેલું ઓછું છે ?
પ્રશ્નકર્તા દાદા, કૃપા કરી આ વાક્ય સમજાવોને !
દાદાશ્રી : એ તો સમજાવીએ ખરા પણ એ તો ભાષામાં (સંપૂર્ણ) સમજાવાય નહીં. ભાષાના શબ્દોથી સમજાવીએ એ તો, પણ આ વાક્ય એવું છે કે એ ત્યાં પોતાની જાતે પહોંચવું પડશે સમજવા માટે. એ વાક્ય સમજાશે ત્યારે તો દાદાના આ જ્ઞાનની પૂર્ણાહુતિ થશે.
આ સો ટકા, એક્ઝક્ટ સાયન્સ છે ! “અનંતા જોયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાગ શુદ્ધ છું.” આ વાક્ય સમજી જાય તે અહીંયા પરમાત્મા થઈ જાય. અત્યારે મહાત્માઓને ગોખાવ્યું છે. ખુદ પરમાત્મા સિવાય આ વાક્ય કોઈ બોલી ન શકે. સંસારથી અબંધ રહેવાની બધી જ સામગ્રીઓ આપી દીધી છે.
આ તો જે આત્માના અનુભવમાં રહેતા હોય તે જ સમજે. અને એ સમજાવી શકે ખરા, પણ લોકોને ના સમજણ પડે. જેને સમજણ પડે, એ બીજાને સમજાવી શકે.
જગત ભરાયેલું છે અતંત શેયોથી પ્રશ્નકર્તા: હવે એક-એક શબ્દ લઈ અને એને (વિસ્તારથી) કહો. અનંતા શેયોને વાળું વાક્ય સમજાવો.
દાદાશ્રી : આ બધી જેટલી વસ્તુઓ છે ને, એ બધી શેયો છે. કેટલાક તો નથી દેખાતા આપણને, થોડા-ઘણા જ દેખાય છે. આ જગત બધું જોયોથી જ ભરેલું છે. અનંતા શેયો, સંખ્યાત નહીં, સંખ્યાત હોય તો ગણી કાઢીએ. અસંખ્યાતેય નહીં, અનંતા.
પ્રશ્નકર્તા ઃ અંત જ નહીં ?
દાદાશ્રી : હા. શેય કેટલીક ચીજો હશે ? અનંતી છે. ગણતરી ના થાય. અગણિત નથી, સંખ્યાત નથી, અસંખ્યાત નથી, માટે એને “અનંત કહી. એટલે અનંતા શેયોને જાણે આત્મા.