________________
૨૧
(૨.૨) અનંતા જોયોને જાણવામાં શુદ્ધ છું. ફેય પ્રમાણે બદલાય અવસ્થા, છતાં જ્ઞાત રહે શુદ્ધ જ
પ્રશ્નકર્તા : એ અનંત શેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થા એટલે શું ?
દાદાશ્રી : આખું જગત શેયોથી ભરેલું છે, અનંતા જ્ઞયો છે. હવે એ જોયોને જાણવામાં આત્માના જ્ઞાનની અનંતી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે અને એ અવસ્થા ઉત્પન્ન થાય છે તોય પણ એ અવસ્થા “એને ચોંટતી નથી. ચોંટે નહીં, તો પછી શુદ્ધ રહે.
પ્રશ્નકર્તા : શું શુદ્ધ રહે ?
દાદાશ્રી : જ્ઞાન અવસ્થા “એને ચોંટતી નથી. હમણે કેરી જોઈ એટલે આપણું જ્ઞાન કેરીના આકારે થઈ જાય. આપણું જ્ઞાન જ્ઞયાકાર થાય. કેરીના આકારે થઈ જાય, જેવડી હોય એવડું. ઉપર ડીંટું-બીંટું બધું એક્ઝક્ટ થઈ જાય. પણ જ્ઞાન છૂટું ને કેરીયે છૂટી. એટલે જ્ઞેય છૂટું અને જ્ઞાતાયે છૂટો. પછી અહીંથી દૃષ્ટિ આમ ફરી કે પેલું દર્શન બંધ થઈ જાય ને બીજા જ્ઞેયમાં જાય. એટલે ચોંટતું નથી. ચોંટતું નથી એ શુદ્ધ જ્ઞાન કહેવાય અને આ બુદ્ધિજન્ય જ્ઞાન ચોંટે. બુદ્ધિનું જ્ઞાન કેરી દેખે, દેખે એટલે એય દેખે. પણ એ કેરી કેટલી દેખે ? જેમ આ લાઈટ હોય છે ને, એ લાઈટ બેઉ બાજુ દેખી શકે ? તમને આ બાજુની લાઈટ એ ફેંકે તો આ બાજુ દેખાય, પાછલું તો ના દેખાયને લાઈટનું?
પ્રશ્નકર્તા: ન દેખાય.
દાદાશ્રી : એવું બુદ્ધિને પાછલું ના દેખાય અને આત્માનું તો ચોગરદમ બધે ફરી વળે. સ્વ-પર પ્રકાશક બધે ફરી વળે. એટલે આ બુદ્ધિ કેરીને જોતાની સાથે જ તે એક જ બાજુ જોઈ શકે અને પછી મહીં જીભમાં પાણી આવે. ત્યાં આગળ કેરી છે કે અહીં જીભમાં પાણી આવે. ઈફેક્ટિવ એટલું બધું. એ જુદું ના રહી શકે અને આ જુદું રહે.
પછી કેરી ના હોય ત્યારે પાછો આવતો રહું, મારું લાઈટ મારા ઘરમાં. કેરીને જોવા ગયું હોય તેથી મારું બગડતું નથી. કેરી ખાટી હોય તો હું કાંઈ ખાટો થતો નથી.