________________
[૨.૨] અનંતા યોને જાણવામાં. શુદ્ધ છું મૌલિક વાક્ય આ દાદાનું, સમયે થાય પૂર્ણાહુતિ
પ્રશ્નકર્તા: પેલું વાક્ય છે ને, “અનંતા જોયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાગ શુદ્ધ છું.” તો એ સમજાવશો ?
દાદાશ્રી : વાક્યનો અર્થ તો કરો? આ વાક્યનો અર્થ, જે યથાર્થ કરે તે પરમાર્થસ્વરૂપ થઈ જાય. આ વાક્ય શાસ્ત્રનું નથી, મારું વાક્ય છે. એક શબ્દનો અર્થ યથાર્થ કોઈ કરી શકે નહીં. અર્થ ઉપર તો પરમાર્થના સો છેડા છે. અજ્ઞાની માટે તો લાખો છેડા છે.
અનંતા જોયોને જાણવામાં પરિણમેલી, અનંતી અવસ્થામાં. એટલે આ એક-એક શબ્દ છે તે, આ આગળની કહેવત ન્હોય. આ તો નવા શબ્દો છે. પણ એ યથાર્થ સમજવા માટે કેટલો ટાઈમ જોઈએ ?
પ્રશ્નકર્તા : બહુ ટાઈમ જોઈએ.
દાદાશ્રી : છતાં એ વાક્ય સમજવું મુશ્કેલ પડે છે. ગમે તે આ બુદ્ધિવાળાએ પાછા પડી જાયને જાતે સમજવામાં.
જે વખતે જે જ્ઞાનમાં ભાસ્યું તે જ મેં પ્રકાશમાં મૂક્યા છે. બુદ્ધિનું આમાં કામ નથી. આમાં આ એક વાક્ય બહુ ઊંડું છે. જ્ઞાન લીધા પછી