________________
(૧.૧) પ્રતિષ્ઠિત આત્માનું સ્વરૂપ
મળવાનો છે. એની જ પ્રતિષ્ઠા કરેલી છે ને એ પ્રતિષ્ઠા થયેલો આત્મા, ફરી પાછો બીજા અવતારમાં કામ કરે.
પ્રશ્નકર્તા : એટલે આ જન્મમાં જે પ્રતિષ્ઠા, જે માન્યતા કરી હોય, આવતા જન્મે એનું ભોગવવું પડે ?
દાદાશ્રી : તે આવતા ભવમાં પ્રતિષ્ઠિત આત્મા થઈને ફળ આપે. પછી પાછી નવી પ્રતિષ્ઠા ઊભી થતી જાય. “હું છું' બોલ્યો, “દેહ એ હું છું' એમ બોલ્યો, એટલે પ્રતિષ્ઠા થઈ.
પ્રશ્નકર્તા: “છું” એવું બોલવું નહીં, એમ ?
દાદાશ્રી : બોલવાનું. તે આ બોલે છે “હું છું. પણ છું એવું માનો છો તમે, એ માનતો નથી. એ બોલવામાં કશો દોષ નથી, પણ બોલવાની પાછળ જે માન્યતા છે એમાં દોષ છે. એ એના ફાધરને કહે છે કે “આ મારા ફાધર છે” પણ “મારા ફાધર છે એવું માનતો નથી. “આ મારું બૉડી છે” એમ કહે છે પણ તે મારું માનતો નથી અને તમે બધું માનો છો. તમારી રોંગ બિલીફ છે, એને રોંગ બિલીફ નથી.
હું ચંદુલાલ છું, હું આનો મામો છું, આનો કાકો થઉં, એ જે બોલી રહ્યો છે, એ પહેલાનું કર્મ છે. એ કર્મ રૂપકમાં બોલે છે. પહેલા જે યોજનારૂપે હતું કે, તે આ રૂપકમાં આવ્યું. હવે રૂપકમાં આવ્યું તેનો વાંધો નથી પણ ફરી એવી જ એને શ્રદ્ધા છે, માટે એનું બીજ પડે છે પાછું. એટલે દેહમાં જ પ્રતિષ્ઠા કરે છે “આ હું છું, એટલે ફરી પાછો દેહ ઉત્પન્ન થાય છે. પ્રતિષ્ઠિત આત્મા, તે પ્રતિષ્ઠા કરે પ્રતિષ્ઠા કરી કરીને, એટલે ફળ આપ્યા જ કરે.
નવી મૂર્તિ ઊભી થાય, “ચંદુ'માં પ્રતિષ્ઠા થવાથી
પ્રશ્નકર્તા આ જન્મમાં જે ભોગવી રહ્યો છે, આ જૂનું ભોગવી રહ્યો છે, એ તો એવું માને છે કે “આ મેં કર્યું.”
દાદાશ્રી : હા, ભોગવી રહ્યો છે, તેમાં અહંકાર કરવાનું હોય નહીં ને !