________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા : પણ લોકો તો એ જ કરે છે ને ? સામાન્ય જીવનમાં તો એ જ થાય છે ને ?
૪
દાદાશ્રી : હા, તે ભોગવી રહ્યાનો અહંકાર કરે કે ‘મેં કર્યું’. કહેશે, ‘હું આવ્યો ગાડીમાં, હું નાહ્યો હમણે, હું સંડાસ જઈ આવ્યો, ચા પીધી મેં' અને તે કરેક્ટ પાછા, વિશ્વાસ હઉ. એવું ડ્રામેટિક બોલવામાં વાંધો નથી.
પ્રશ્નકર્તા ઃ એટલે એ જે કહે છે એ આવતા જન્મનું બાંધે છે ?
દાદાશ્રી : આવતો જન્મ. એ પોતાની પ્રતિષ્ઠા જ કરી રહ્યો છે. એ ટાંકણું લઈને ઘડ ઘડ કરે છે, પોતાની મૂર્તિ ઘડે છે. ચાર પગવાળી, છ પગવાળી કે આઠ પગવાળી કે બે પગવાળી મૂર્તિ ઘડી રહ્યો છે. આ ભવમાં આવતા ભવની પ્રતિષ્ઠા કરે છે. તેથી મૂર્તિ ઊભી થાય. મૂર્તિરૂપે માનો છો માટે મૂર્તિમાં પ્રતિષ્ઠા થઈ, મૂર્તિનો જન્મ થશે. તમને ‘હું શુદ્ધાત્મા છું'નું ભાન થશે તો ઊડી જશે.
અહંકાર જ કાર્ય-કારણ પ્રતિષ્ઠાનું
પ્રશ્નકર્તા ઃ પ્રતિષ્ઠિત આત્માની પ્રતિષ્ઠા કોણ કરે છે ?
દાદાશ્રી : ‘અહંકાર'. એનો એ જ પ્રતિષ્ઠિત આત્મા, બીજો પ્રતિષ્ઠિત આત્મા ઊભો કરે છે. એ (વર્તનમાં) અહંકાર કરે છે તે પ્રતિષ્ઠિત આત્મા પહેલાનો છે. આ ફરી છે તે (બિલીફથી) પ્રતિષ્ઠા કરે છે. ‘હું કરું છું ને મારું છે’ એટલે પ્રતિષ્ઠા થઈ. એ નવી આવતા ભવની પ્રતિષ્ઠા. (વર્તનમાં) જૂની પ્રતિષ્ઠા ઉકલે છે અને (બિલીફથી) નવી પ્રતિષ્ઠા ઉત્પન્ન કરે છે. એ ઘટમાળ ચાલ્યા જ કરે છે. એક તો કહે છે ‘હું ચંદુલાલ છું’, પછી ‘આનો મામો થઉં, આ વિચાર મને આવ્યો.' હવે પાછલી પ્રતિષ્ઠાનું આશ્રવ છે તે આશ્રવ પછી નિર્જરા થાય છે, તે નિર્જરા થતી વખતે ફરી એવું જ ઘાટ ઘડી અને નિર્જરા થાય છે. હવે આ જ્ઞાન આપેલું હોય, તે શું કહે કે ‘હું ચંદુભાઈ છું અને આનો મામો થઉં' એ બોલે છે, તે પાછલી પ્રતિષ્ઠાનું જ, પણ આજે એને જ્ઞાન છે એટલે