________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
નવો દેહ બાંધી રહ્યો છે, એમાં ‘હું’પણાની પ્રતિષ્ઠા કરે છે એટલે પછી બીજે અવતારે પૂતળું બોલે છે, આખી જિંદગી. પ્રતિષ્ઠા ના કરી હોય તો શી રીતે બોલે ? એટલે આ પ્રતિષ્ઠિત આત્મા છે.
‘ચંદુ' એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા
પ્રશ્નકર્તા ઃ શુદ્ધાત્મા ને પ્રતિષ્ઠિત આત્મામાં શો તફાવત છે ?
દાદાશ્રી : શુદ્ધાત્મા એ દરઅસલ આત્મા છે ને હું ચંદુ છું, વકીલ છું, શાહ છું, એ આગલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી રહ્યા છો. એ પ્રતિષ્ઠિત આત્મા છે. બે આત્મા છે; એક પ્રતિષ્ઠિત આત્મા ને એક રિયલ આત્મા, એ જ શુદ્ધાત્મા છે.
આ ચક્ષુગમ્ય કે ઈન્દ્રિયગમ્ય કોઈ પણ ક્રિયા શુદ્ધાત્માની નથી, એ બધી ક્રિયાઓ પ્રતિષ્ઠિત આત્માની છે. ‘શુદ્ધાત્મા'ની ક્રિયા એ જ્ઞાનગમ્ય છે. અનંત જ્ઞાનક્રિયા, અનંત દર્શનક્રિયા વગેરે છે. એ તો જ્યારે ‘પોતે’ શુદ્ધાત્મા સ્વરૂપ થાય ત્યારે જ સમજાય, ત્યારે જ પોતાને પોતે ‘શુદ્ધાત્મા’ અક્રિય છે તે સમજાય. જ્યાં સુધી ‘પોતે’ ‘શુદ્ધાત્મા સ્વરૂપ’ થયો નથી ત્યાં સુધી ‘એ’ પ્રતિષ્ઠિત આત્મસ્વરૂપ છે અને તેથી કર્તા-ભોક્તાપદમાં છે. ભોક્તાપદમાં પાછો કર્તા થઈ બેસે છે ને નવી પ્રતિષ્ઠા કરી નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો કરે છે, નવી મૂર્તિ ઊભી કરે છે ને ઘટમાળ ચાલુ જ રહે છે !
આ (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મામાં ‘હું’ ભળે છે એટલે જ કર્મ ચોંટે છે. ‘હું કરું છું, હું કરું છું', તેના પરમાણુ બંધાઈ જાય છે. (આ ચંદુ) એ આખોય પ્રતિષ્ઠિત આત્મા (ડિસ્ચાર્જ સ્વરૂપ) છે ને ફરી બીજા અવતારનો પાછો (ચંદુને હું છું માનવાથી) ચાર્જ થાય છે.
‘હું છું તે મારું છે’થી બંધાય તવી પ્રતિષ્ઠા
‘આ હું છું ને આ મારું છે’ એવું બોલું છું ને તું, એ નવા દેહમાં પ્રતિષ્ઠા કરું છું. એ તારા નવા દેહની પ્રતિષ્ઠા છે. ‘આ હું છું’ કહું છું ને, તે દેહમાં જ પ્રતિષ્ઠા છે. જો દેહને ‘હું' કહીશ તો દેહ જ તને