________________
દાદાશ્રી કહે છે, અમને કેવળી કહેવાય નહીં. કહેવું હોય તો કારણ કેવળી કહેવાય, કાર્ય કેવળી નહીં. વીતરાગ માર્ગમાં એક વાળ જેટલી ભૂલ ચાલે નહીં, પોલ ચાલે નહીં. કેવળી કહે તો કહેનારને, સાંભળનારને અને થઈ બેઠા હોય તેમને દોષ લાગે. અમે તો કેવળજ્ઞાન થવાના કારણોનું સેવન કરીએ છીએ.
કેવળજ્ઞાનીને બધા પ્રદેશો ખુલ્લા હોય, બધે શુદ્ધ જ જુએ.
કેવળ થતા સુધી પ્રદેશો ખુલ્લા થતા જાય. જેટલો પ્રદેશ ખુલ્લો થયો એટલો અનુભવ થાય.
સર્વજ્ઞના જ્ઞાનમાં જાણવાનું કશું બાકી ના રહે, અનંતી બાબત જાણી શકે. એમને જે જણાય તે અમને સમજાય કે આમ આમ હોવું જોઈએ પણ જણાય નહીં. | તીર્થકરોએ કેવળજ્ઞાનમાં જે આત્મા જાણ્યો, એ આત્મા અમે જોયો છે. સંપૂર્ણ નિર્ભય બનાવી શકે, સંપૂર્ણ વીતરાગતા રાખી શકે. અમારે સમજમાં આવી ગયું, અનુભવમાં ના આવ્યું. એક-બે અવતાર પછી આવશે એની મેળે. અત્યારે તો લોકોનું કામ થાય છે !
(૭.૪) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાત પછી
જ્ઞાની પુરુષ જેટલું જ્ઞાન પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ ? એમની કૃપા પ્રાપ્ત કરવી. કૃપાથી જ કેવળજ્ઞાન થાય.
કેવળજ્ઞાન આપે તો મળે કે પોતાના પુરુષાર્થથી ? કેવળજ્ઞાન તો કેવળજ્ઞાનીની કૃપા પ્રસાદી જ છે.
જ્ઞાનવિધિમાં એક સમય શુદ્ધ ચિત્ત પમાય છે, તે કેવળજ્ઞાન થતા સુધી છોડતું નથી. જગતના લોકો એક સમય આત્મામય થયા જ નથી.
જ્ઞાનવિધિ એ દાદાશ્રીને ઉદયમાં આવેલી છે, પણ એ એમનું પ્રગટ ઐશ્વર્યા છે. બે કલાકમાં મોક્ષ આપે એવું ઐશ્વર્ય પ્રગટ થયું છે. આખી જ્ઞાનવિધિ એ કેવળજ્ઞાન જ છે. એક વખત જ્ઞાનવિધિ થાય તો આત્મજ્ઞાન થઈ જાય, મોક્ષય થઈ જાય, નહીં તો લાખ અવતારેય ઠેકાણું પડે એવું નથી.
80