________________
દાદાશ્રી કહે છે કે, (મૂળ આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે અને પોતે એક્સૉલ્યુટ, નિરાલંબ થાય ત્યારે કેવળજ્ઞાની થાય છે.) ભગવાન કેવળજ્ઞાન સ્વરૂપ છે અને ‘અમે’ જ્ઞાનસ્વરૂપે રહીએ.
જેને કેવળજ્ઞાન થયેલું, તેઓ કેવળજ્ઞાનની વાતો કહેવા રહ્યા નથી. કારણ કે સંપૂર્ણ વીતરાગ થઈ ગયા અને બીજા બધાને જે જ્ઞાન થયેલું એ અલૌકિકમાં પેઠેલા નહીં.
અમને કેવળજ્ઞાન સમજમાં આવી ગયું છે, તેથી આખા વર્લ્ડનો કોઈ એવો આધ્યાત્મિક પ્રશ્ન નથી કે જેનો અહીં જવાબ ના મળે. દાદાશ્રીની વાતો વ્યવહારમાંય ઘણી બધી કામ લાગે એવી હોય. કારણ કે કેવળદર્શનથી નીકળેલી છે.
કેવળજ્ઞાન એટલે બધા જ્ઞેય અને જ્ઞેયના બધા પર્યાયને જાણે. દાદાશ્રી કહે છે કે અમારે અમુક જગ્યાએ અટક્યું. કેવળજ્ઞાન સમજમાં આવ્યું, જાણવામાં ના આવ્યું. એના ફળ સ્વરૂપે, અમુક વસ્તુઓ એમ ને એમ ખુલ્લી તાદૃશ્ય દેખાયા કરે. જેટલી વાતો વાણી દ્વારા નીકળે છે એથીય અનંત ગણી વાતો અમને તાદૃશ્ય દેખાયા કરે. જે કેવળજ્ઞાન સુધી પહોંચે તેને આ બધી ખબર પડે.
જ્યારે ઉપયોગ દે ત્યારે જેમ છે તેમ દેખાય. સત્તર વર્ષની ઉંમરે શું કર્યું હતું ? શરીર શું ક્રિયા કરતું હતું, તે ફિલમની જેમ દેખાય. એ કેવળદર્શન કહેવાય.
છતાં કહે છે કે અમને પાછલા ભવનું નથી દેખાતું. એ દેખાવું એ બુદ્ધિનો વિષય છે. અમને બુદ્ધિ ના હોય, યાદગીરી ના હોય.
દાદાશ્રી કહે છે કે, અમારામાં બુદ્ધિ બિલકુલ ના હોય. અમારામાં વિચાર કોઈ જાતના ના હોય. ચિત્ત એ શુદ્ધ થઈને પ્રજ્ઞા થઈ ગયેલું. એટલે વાતો જે નીકળે તે એક બાજુ દેખાય ને એવા શબ્દો નીકળી પડે. વસ્તુઓ સામે દેખાય બધી, જેમ કેવળજ્ઞાનમાં બધું દેખાય ને એવું બધું દેખાય.
જ્યાં સુધી કેવળજ્ઞાન ના થયું હોય ત્યાં સુધી વ્યૂ પોઈન્ટથી બધા જુએ છે અને કેવળજ્ઞાન થયું એટલે વ્યૂ પોઈન્ટ રહ્યો જ નહીં.
79