________________
કેવળજ્ઞાન થઈ શકે છે. કેવળજ્ઞાનના કારણો સેવી રહ્યા છે. આત્માનું જે છેલ્લામાં છેલ્લું સ્વરૂપ, નિરાલંબ સ્વરૂપ, તે “અમે જોયેલું છે, એવું દાદાશ્રી કહે છે.
મૂળ આત્મા એવી જગ્યા છે કે જ્યાં એની બાઉન્ડ્રીમાંય પુદ્ગલ પહોંચતું જ નથી. એ જગ્યા “અમે જોઈ છે, એમ દાદાશ્રી કહે છે. જે આ કાળનું આશ્ચર્ય ગણાય !
ધન્ય છે આ તીર્થકરોને કે શું એમની ઊંડી શોધખોળો છે કે એમણે આ દેહમાં સાવ છૂટો મૂળ આત્મા શોધી કાઢ્યો ! એ મોટી અજાયબી જ કહેવાય ! અને દાદાશ્રી કહે છે કે તીર્થકરોએ જે પરમાત્મા જાણ્યા એ અમે જોયા.
અમે જોયો તો એ કોણે ? પ્રજ્ઞાએ. પ્રજ્ઞાને આત્માનો સ્વભાવ, અન્વય ગુણ ના કહેવાય. પ્રજ્ઞાનું કાર્ય કેવળજ્ઞાન થતા જ પૂરું થાય છે.
કેવળજ્ઞાન થયા પછી ખરું ડિસ્ચાર્જ, ચોખે ચોખ્ખું ડિસ્ચાર્જ. ત્યાં સુધી જરા મેલું ડિસ્ચાર્જ રહેવાનું, એક-બે અવતાર બાકી રહ્યાને તેથી.
કેવળજ્ઞાન સ્વરૂપી આત્મા દાદાએ જોયો. તો એ જોયો કહેનાર કોણ ? એ પોતે જોનારો પણ છે. પોતે શેય પણ છે ને જ્ઞાયક પણ છે, બને છે. જ્યારે નિરાલંબ હોય ત્યારે જ્ઞાયક પદમાં હોય, નહીં તો જ્ઞાની પદે શેય તરીકે હોય.
દાદાશ્રી કહે છે, અમને બહુ ખરાબ સ્થિતિ આવી પડે તો અમે જે મૂળ સ્વરૂપ જોયું છે તે આત્મારૂપ જ થઈ જઈએ અને એ સ્થિતિ જતી રહે તો અમે શેયરૂપ જ્ઞાની હોઈએ.
મહાત્માઓ પણ ખરાબ પોઝિશનમાં શુદ્ધાત્મા થઈ જાય. શબ્દનું અવલંબન છે હજુ. એથી આગળનું પદ છે, મૂળ જે છે તે. એવું સ્વરૂપ જોયા પછી વાણી એક્ઝક્ટ નીકળે.
દાદાશ્રી કહે છે કે, કેવળજ્ઞાન અમને સમજમાં આવ્યું પણ પૂરેપૂરું અનુભવમાં આવ્યું નહીં. અનુભવમાં આવ્યું હોત તો કેવળજ્ઞાન બહાર પડત. પણ સમજમાં આવ્યું કે આ શું શોધખોળ છે આવી !
78