________________
સાંભળવા મળે, નવા નવા ઊંડા ઊંડા ફોડ જાણવા મળે. શાસ્ત્ર બહારની વાતો જાણવા મળે. આ તો કેવળજ્ઞાનના બધા પર્યાય છે. માત્ર ચાર ડિગ્રી ઓછું રહ્યું છે કેવળજ્ઞાન.
એટલે પોતે જ્ઞાની પુરુષ તરીકે છે અને કેવળજ્ઞાન થયું હોત તો ભગવાન કહેવાત. પોતે પોતાને ભગવાન કહેવડાવતા નથી. અંદર પૂર્ણ પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે.
આત્મા જાણ્યો એ છેલ્લામાં છેલ્લી વાત. આત્મા જાણ્યા પછી ક્ષાયક સકિતની ઉપર અને કેવળજ્ઞાનની નજીક ગયો.
આત્મજ્ઞાન થાય ત્યારથી જ (કારણ) સર્વજ્ઞ કહેવાય, ખરું સર્વજ્ઞ એ કેવળજ્ઞાન.
આત્માનો જ્ઞાતા આત્મજ્ઞાની કહેવાય ને સર્વ તત્ત્વોનો જ્ઞાતા સર્વજ્ઞ
કહેવાય.
આ કાળમાં કાર્ય સર્વજ્ઞ ના થઈ શકે, કારણ સર્વજ્ઞ થઈ શકે. આ જગતમાં છેલ્લી દશા સર્વજ્ઞ. જ્ઞાનપ્રકાશ વધતો વધતો પૂર્ણ પ્રકાશ થાય એટલે સર્વજ્ઞ કહેવાય.
એક માણસ કહેશે કે હું અમદાવાદ જઉ છું અને અહીં મુંબઈથી નીકળ્યા, તો લોક કહેશે કે એ તો અમદાવાદ ગયા. એવી રીતે જે સર્વજ્ઞ થવાના કારણો સેવી રહ્યા છે એટલે સર્વજ્ઞ થશે, આજે થયા નથી.
ત્રણસો સાઠ ડિગ્રીવાળા દાદા ભગવાન મહીં પ્રગટ થાય છે તે સર્વજ્ઞ છે. પોતે કહે છે, અમે તો જ્ઞાની પુરુષ છીએ. હું જ સર્વજ્ઞને નમસ્કાર કરું છું. મહીંવાળા મારી ભૂલો દેખાડે છે.
આ દુષમકાળની વિચિત્રતા છે કે આ કાળમાં સર્વજ્ઞ પદ ઉત્પન્ન થતું જ નથી. પણ આવું જ્ઞાની પુરુષનું પદ ઉત્પન્ન થયું તેય કુદરતની અજાયબી છે ! આખું અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું ! એના થકી મોક્ષનું એકાવતારી પદ પ્રાપ્ત થાય એવું છે.
બીજા શબ્દોમાં આ કાળમાં કાર્ય કેવળજ્ઞાન થતું નથી પણ કારણ
77