________________
પોતે કહે છે કે અમારે વર્તનમાં ઈમ્યૉરિટી (અશુદ્ધતા) હોય. કપડાં, બૂટ, ટોપી એટલે એટલી ડિગ્રી બાદ થઈ જાય, ભલે વર્તન, ચારિત્રમોહ ઉપ૨ મૂર્છા ના હોય.
આ કાળની એટલી જોશબંધ ઈફેક્ટ છે કે પોતે કેવળજ્ઞાન સ્વરૂપમાં અખંડપણે રહી ના શકે. પણ પોતાનો આશય એવો હોય કે નિરંતરપણે કેવળજ્ઞાન સ્વરૂપમાં જ રહેવું.
ચાર ડિગ્રી ખૂટવાથી આખો મોક્ષ અટક્યો છે પણ લોકોનું કલ્યાણ થવાનું હશે અને અમને નુકસાન થવાનું નથી.
અમારી (દાદાશ્રીને) ડિસ્ચાર્જમાં ઈચ્છા છે કે આ લોકોના સમસ્ત દુઃખો જાવ, મારા જેવું સુખ જગતના લોકો પામે. પણ એ ઈચ્છાય આવરણ લાવે. એની મેળે સહજ એ ચાર ડિગ્રી પૂરી થઈ જશે જ.
ચાર ડિગ્રી પૂરી થયા પછી કેવળજ્ઞાન થશે. તો કેવળજ્ઞાન પહેલા કે પછીમાં અક્રમ વિજ્ઞાનમાં કશોય ફેરફાર નહીં. હવે ખરેખર તો પૂર્ણ દશા માટે અક્રમ વિજ્ઞાનની જરૂર નથી. તીર્થંકર ભગવાનના દર્શન કરવાના બાકી છે. એ દર્શન થાય કે ત્રણસો સાઠ ડિગ્રી પૂરી થઈ જાય.
ભૂત કે ભવિષ્યનું જોઈ શકે એવું જ્ઞાન દાદાશ્રીને પોતાને નથી પણ આત્મજ્ઞાનથી કેવળજ્ઞાન સુધીની બધી વાતચીત કરી શકે.
જે ડિગ્નીએ કેવળજ્ઞાન થાય, તે ડિગ્રીમાં નાપાસ થયેલા માણસ પડી રહેતા નથી. આ કાળમાં દાદાશ્રી એકલા જ કેવળજ્ઞાનમાં નાપાસ થયા, તે જગતને કામ લાગ્યા. આખા જગતના ફોડ અહીં પ્રાપ્ત થાય છતાં પોતે નિમિત્ત ભાવે વર્તે છે અને ચાર માર્કે નાપાસ થયા માટે કંઈ ગુનો નથી.
મૂળ આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે. કેવળજ્ઞાન સ્વરૂપની બહાર પોતે (દાદાશ્રી) એક સેકન્ડેય રહેતા નથી. કેવળજ્ઞાન સ્વરૂપમાં નિરંતર રહેવું એ જ નિશ્ચય કેવળજ્ઞાન છે અને વ્યવહાર કેવળજ્ઞાન એટલે લોકાલોક પ્રકાશક, બધા શેયો ઝળકવા.
દાદાશ્રી કહે છે કે અમને કેવળજ્ઞાનમાં બધા જ્ઞેયો ઝળક્યા નથી પણ ઘણાખરા શેયો ઝળક્યા છે. તેથી તમને આ વાણીમાં નવું નવું
76