________________
સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞ પદ ઉત્પન્ન થયા પછી આ જગતની સર્વ વસ્તુ જેમ છે તેમ દેખાય.
કેવળજ્ઞાન એ મૂળ પ્રકાશ છે ને બુદ્ધિ એ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે. એ સંસારમાં ભટકાવે ને નફો ને ખોટ બે જ દેખાડે. ચોવીસ તીર્થકરોમાં, જ્ઞાનીઓમાં બુદ્ધિ હતી જ નહીં. બુદ્ધિ નાશ થયા પછી કેવળજ્ઞાન થાય.
બુદ્ધિ સંસારમાં ભટકાવનારી છે. તીર્થકરોને ઓળખે છે, એમની પાસે બેસે તોય મોક્ષે ના જવા દે.
ક્રમિક માર્ગમાં કેવળજ્ઞાન વગર કેવળદર્શન ના હોય. જ્યારે અક્રમ માર્ગમાં કેવળદર્શન થાય પછી અમુક કાળ પછી કેવળજ્ઞાન થાય.
ક્રમિક માર્ગમાં પહેલા જ્ઞાન પછી દર્શન અને પછી ચારિત્ર હોય. જ્યારે અક્રમ માર્ગમાં પહેલા દર્શન પછી જ્ઞાન ને પછી ચારિત્ર. એટલે દાદાશ્રી કહે છે કે અમને દર્શન સંપૂર્ણ, કેવળદર્શન છે. પછી જ્ઞાન એટલે એનો અનુભવ થાય ને પછી વર્તનમાં આવે. નિશ્ચયથી “હું આ જ છું એ બધું પ્રગટ થઈ ગયેલું હોય.
દર્શન, જ્ઞાન, ચારિત્ર કહ્યા પ્રમાણથી ખસે છે ? ચાર અંશ દર્શનના, બે અંશ જ્ઞાનના અને એક અંશ ચારિત્રનો.
પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાનથી ઘણું ઊંચે અને કેવળજ્ઞાન થવામાં ચાર ડિગ્રી ઓછી, એટલે નહીં આચાર્ય, નહીં અરિહંત એવી વચલી સ્થિતિએ પહોંચેલા છે. પાસ થયા હોય તો કેવળજ્ઞાની કહેવાય. પણ નાપાસ થયેલાને શેમાં મૂકવા ? પણ નાપાસ થયા તો લોકોને કામ લાગ્યા. પાસ થાય હોત તો મોક્ષે જતા રહેત. નાપાસ કેમ થયા ? કંઈક અહંકારની ભૂલ થઈ, હુંપણું આવી ગયું હશે, તેથી નાપાસ થયા. હવે ચોખ્ખું કરી નાખ્યું.
પોતે હિસાબ કાઢીને કહેલું છે કે અમારે ચાર ડિગ્રી ખૂટે છે. પાંચેય નહીં ને ત્રણેય નહીં, જેટલી ખૂટતી હોય એટલી જ કહી છે. અને તેય દુનિયાદારી બાબતમાં ખૂટતું નથી પણ સૂક્ષ્મતાએ અમુક ભાગ જાણવાનો બાકી છે. તેના આધારે એબ્સોલ્યુટ જ્ઞાનમાં સંપૂર્ણ રહી શકાતું નથી.
75