________________
દેહના ૧/૩ (એક તૃતિયાંશ) ભાગ જેટલો ઘટીને પછી સીધો સિદ્ધક્ષેત્રમાં સ્થાન પામે છે. દરેક કેવળજ્ઞાનીને શૈલેષીકરણ સરખું જ થાય. (૭.૩) દશા-જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાતીની
પરમ પૂજ્ય દાદાશ્રી હંમેશાં કહેતા કે આ દેખાય છે એ તો અંબાલાલ પટેલ છે. અમે જ્ઞાની પુરુષ છીએ. તે પાછા બુદ્ધિનો એક છાંટો ના હોય એવા. અને દાદા ભગવાન જે ત્રણસો સાઠ ડિગ્રી છે, તે અંદર સંપૂર્ણ દશામાં છે. મારે ચાર ડિગ્રી ઓછી છે. તેથી હું જ એમને ભજું છું, ચાર ડિગ્રી પૂરી કરવા માટે !
જ્ઞાની પુરુષ અને કેવળજ્ઞાનીમાં ફેર એટલો જ કે કેવળજ્ઞાનીને બધી વસ્તુ જ્ઞાનથી દેખાય, પૂર્ણ ફોડ હોય. જ્યારે જ્ઞાની પુરુષને બધી વસ્તુ સમજમાં હોય પણ બાધે ભારે હોય.
આત્મા “કેવળજ્ઞાન સ્વરૂપ છે, પણ સત્તાએ કરીને ફેર છે જ્ઞાની પુરુષ અને કેવળજ્ઞાનીમાં. જેમ દોઢ નંબરના ચશ્મા હોય ને કોઈને ચશ્મા ના હોય તો ફેર પડેને, એના જેવું.
જ્ઞાની પુરુષ અને મુક્ત પુરુષમાં કોઈ જાતનો ફેર નહીં. કોઈ મુક્તની ડિગ્રી વધારે હોય, કોઈના ડિગ્રી ઓછી હોય. કોઈ અંશે જ્ઞાની હોય, કોઈ સર્વાશે જ્ઞાની હોય.
આત્મજ્ઞાની સર્વજ્ઞ થઈ શકે પણ અત્યારે સર્વજ્ઞ છે એવું કહેવાય નહીં. આત્મજ્ઞાનીને આત્મજ્ઞાની જ કહેવાય. કેવળજ્ઞાની થાય ત્યારે સર્વજ્ઞ કહેવાય. આત્મજ્ઞાની એકાદ-બે અવતારમાં સહજ રીતે કેવળજ્ઞાની થવાના જ.
ક્રમિક માર્ગના જે જ્ઞાની છે એ બુદ્ધિવાળા હોય, જ્યારે અક્રમ માર્ગના જ્ઞાની પુરુષ દાદાશ્રીને ભેદવિજ્ઞાની કહેવાય. એમને બુદ્ધિ સર્વાશે ના હોય અને કારણે સર્વજ્ઞ થયેલા હોય. આત્માનો સર્વાશ અનુભવ થયેલો હોય ને હવે સર્વજ્ઞ પદના કારણો સેવાઈ રહ્યા હોય, ભાવનાઓ ચાલુ હોય.
સંપૂર્ણ જ્ઞાનપ્રકાશ આગળ બુદ્ધિ એ તો સૂર્યની સામે દીવા સમાન છે. અવસ્થામાં બુદ્ધિ ના વાપરવી તે જ અબુધતા. અને અબુધતાથી
74