________________
તીર્થકરો અમુક જીવોનું આટલા ભવો પછી આ જન્મમાં આવો થશે એ કેવળજ્ઞાનના આધારે કહી શકે. પણ તે સમકિતી જીવોનું જ કહી શકે. અજ્ઞાની એટલે અહંકારી, એટલે જીવતું વિભાવિક ચેતન ક્યારે શું કરે એ કહેવાય નહીં.
દરેક વસ્તુ, તેના દ્રવ્ય-ગુણ-પર્યાય, તેય ભૂતકાળથી માંડીને વર્તમાન અને ભવિષ્ય કાળના બધા જ કેવળજ્ઞાનમાં દેખાય. માટીમાંથી ઘડો અને ઘડામાંથી માટી ત્યાં સુધીના બધા પર્યાયોને જાણે. એટ-એ-ટાઈમ, ગણતરીબંધ નહીં. બુદ્ધિથી ક્રમવાર દેખાય અને કેવળજ્ઞાનમાં એટ-એટાઈમ બધું જ્ઞાન-દર્શનમાં રહે.
જેમ ઘડાના પર્યાય જુએ એવી રીતે કેવળજ્ઞાનમાં જીવના પર્યાય જુએ.
કેવળજ્ઞાનમાં જગતના સનાતન તત્ત્વો અને તેની અવસ્થાઓ દેખાય, ત્યારે લોકો જગતને દેખવાનું શું સમજે !
ભગવાન મહાવીરને ત્રણ વસ્તુનું જ્ઞાન હતું. એક પરમાણુને જોઈ શકતા હતા, એક સમયને જોઈ શકતા હતા ને એક પ્રદેશને જોઈ શકતા હતા. કેવળજ્ઞાની એકલા જ જોઈ શકે આ, બીજું કોઈ જોઈ શકે નહીં.
રૂપી તત્ત્વમાં આ ભૌતિક વિજ્ઞાન, અણુ સુધી સૂક્ષ્મ જોઈ શકાય. પણ એનું મૂળ અસલ સ્વરૂપ, અવિભાજ્ય છે તે પરમાણુ, તે માત્ર કેવળજ્ઞાને કરીને જ વિઝિબલ (દશ્યમાન) છે. બીજી કોઈ રીતે, બુદ્ધિથી, ઈન્દ્રિયથી ગમ્ય નથી.
મૂળ પરમાણુ સ્વભાવે રૂપી છે, એને કેવળજ્ઞાનથી દેખી શકાય.
સર્વજ્ઞ પરમાણુ, પ્રદેશ અને સમય જોઈ શકે. એ સમય એટલે કાળનો અવિભાજ્ય અંશ. અને એક પરમાણુ જે જગ્યા રોકે તે એક પ્રદેશ, એ કેવળજ્ઞાની જોઈ શકે.
આત્મા જ્યારે સંપૂર્ણ નિરાવરણ થાય છે ત્યારે છેલ્લી દશામાં હોય છે. આત્મા છેલ્લા દેહથી છૂટો થાય તે વખતે શૈલેષીકરણની ક્રિયા થાય. આત્મા પોતે પોતાના બધા પ્રદેશોને પરમાણુ માત્રથી તદન જુદો કરી નાખે, પછી આખા લોકમાં પ્રકાશમાન થઈ ફેલાઈ જાય. પછી છેલ્લા
73