________________
અવિનાશી આત્મા છું' એ શ્રદ્ધા બેઠી, પણ પૂરેપૂરી બાઉન્ડ્રી જાણી શક્યો નથી. તે પૂરી બાઉન્ડ્રી જાણે તો આત્મજ્ઞાન કહેવાય.
આત્મા એકલો જાણવો, બીજા તત્ત્વો પૂરેપૂરા ના જાણે તે આત્મજ્ઞાન અને બધા જ તત્ત્વો સંપૂર્ણ જાણે તે કેવળજ્ઞાન.
આત્મજ્ઞાન અને કેવળજ્ઞાનમાં બહુ ફેર નથી. આત્મજ્ઞાનવાળો એને શ્રદ્ધામાં હોય, જ્યારે કેવળજ્ઞાનમાં સંપૂર્ણ પ્રવર્તનમાં હોય.
કેવળજ્ઞાન કેવું હોય એ ક્ષાયક સમકિતી સમજે, પણ એને કેવળજ્ઞાનનો અનુભવ ના થાય.
શ્રુતજ્ઞાન એની છેલ્લી દશા એ શ્રુતકેવળી કહેવાય. પણ લોકભાષાના શ્રુતકેવળીને શબ્દમાં રહે છે, ભાવમાં નથી આવતું. જ્યારે અક્રમ વિજ્ઞાન થકી વેદથી, અનુયોગોથી ઉપરની, શબ્દોથી પર મૂળ વસ્તુ પ્રાપ્ત થાય છે.
જેને તમામ શાસ્ત્રોનું રહસ્ય પોતાનામાં આવી ગયું હોય, બધા શાસ્ત્રો ભણ્યા હોય, મોઢે હોય, બધા શાસ્ત્રો ધારણ કર્યા હોય, ભગવાનનું આખું શ્રુતજ્ઞાન જેને હાજર છે અને તે આત્મા પ્રગટે એવું છે, એ શ્રુતજ્ઞાન છે તેમાંથી કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેવું છે, એ શ્રુતકેવળી.
બધા આગમો જાણે, શાસ્ત્રો વાંચીને શાસ્ત્રનું કેવળજ્ઞાન શાબ્દિક રીતે જાણે છતાં આત્મા ન જાણ્યો, અનુભવ્યો નહીં તો એ સાચા શ્રુતકેવળી ના કહેવાય. એ લોકભાષાના શ્રુતકેવળી કહેવાય. શાસ્ત્ર વાંચીને પ્રાપ્ત કરેલો શબ્દ આત્મા જતો રહેશે, જ્યારે અનુભવેલો આત્મા ક્યારેય નહીં જાય. કારણ કેવળીને જ્ઞાનની ભાષામાં સાચા શ્રુતકેવળી કહેવાય.
જૈનોના ચાર અનુયોગ મોટા શાસ્ત્રો કહેવાય અને વેદાંતમાં ચાર વેદ મોટા શાસ્ત્રો કહેવાય. એ શાસ્ત્ર કયા સ્ટેશન સુધી જાય? કે શબ્દના છેલ્લા સ્ટેશન સુધી. પણ આત્મા શબ્દથી બહુ છેટે છે. કારણ કે આત્મા અવર્ણનીય છે, અવક્તવ્ય છે, શબ્દમાં આવે એવો નથી. આમાં વેદથી ઉપર, અનુયોગથી ઉપર એવા જ્ઞાની પુરુષનું કામ.
સાચા શ્રુતકેવળી પાસેથી શ્રુતજ્ઞાન સાંભળવા મળે. લોકભાષાના શ્રુતકેવળીને આત્મજ્ઞાન ન પણ હોય. તેથી સ્વચ્છેદ ઠેઠ સુધી રહે. સ્વચ્છેદ
68