________________
જ્ઞાની થકી જાય. એક સ્વચ્છંદ જો શ્રુતકેવળીને ઊભો થાય તો શ્રુતકેવળજ્ઞાનનો નાશ થઈ જાય.
વસ્તુસ્થિતિમાં આ કાળમાં મોક્ષે જાય એવો માલ બહુ ઓછો. જે આટલી ચોવીસીઓ ગઈ છતાં ચઢ્યો નથી, એ ચઢે એવો લાગતો નથી. આમ મોક્ષે જનારા જબરજસ્ત તપ કરતા હોય, જબરજસ્ત શાસ્ત્રોના શાસ્ત્રો મુખપાઠ હોય, છતાં આત્મ અનુભવ એક ક્ષણ પણ ના હોય. આનું ફળ સંસાર ફળ જ મળશે. એને ભગવાને અભવ્ય કહ્યા. એ લોકો હમાં જ રહે. આત્માનો અનુભવ ના હોય ત્યાં સુધી સાચા શ્રુતકેવળી કહેવાતા નથી.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી કેવળી ધર્મ રહ્યો. પછી બસો વર્ષ સુધી શ્રુતકેવળી રહ્યા. પછી વીતરાગ ધર્મ અલોપ થઈ ગયો. કારણ કે સાચા શ્રુતકેવળી રહ્યા નહીં. વીતરાગ ધર્મ ખલાસ થયો કે પહેલા બે સંપ્રદાય ઊભા થયા. પછી ઘણા બધા સંપ્રદાયો ઊભા થયા એટલે વીતરાગી દીક્ષા રહી નહીં. તેથી તેને આત્મજ્ઞાન થાય નહીં. આ તો અપવાદ રૂપ અક્રમ જ્ઞાની થયા. અહીં વીતરાગ ધર્મ ચાલુ હોય. અહીં સ્યાદ્વાદ હોય, અનેકાંત હોય.
સાચા શ્રુતકેવળી શાસ્ત્રને જાણે અને આત્માનેય જાણે. આત્માને ક્ષયોપશમ પ્રમાણે જાણે પણ આખા શાસ્ત્રોનું બધું જ જાણે. જ્યાંથી પૂછો ત્યાંથી જવાબ આપે. પોતાને લક્ષમાં જ હોય કે આમ હોય, આમ ના હોય.
સાચા શ્રુતકેવળીને જ્ઞાની જ કહેવાય. જ્ઞાનીની ભાષામાં કારણ કેવળી કહેવાય.
સાચા શ્રુતકેવળી એટલે એંસી ટકા પ્રેક્ટિકલ ને સો ટકા થીયરેટિકલ. કેવળજ્ઞાન થવામાં વીસ ટકા પ્રેક્ટિકલ બાકી રહ્યું. એ પૂરું થાય ત્યારે કેવળજ્ઞાન થાય. નિયમ જ એવો છે કે જેટલું થીયરેટિકલ છે, એટલું પ્રેક્ટિકલમાં ના હોય.
દાદાશ્રી કહે છે કે અમને ચાર ડિગ્રી થીયરેટિકલ ઓછું છે, તેથી શ્રુતકેવળી ના કહેવાઈએ. છતાં ચાર ડિગ્રી ઓછાવાળા શ્રુતકેવળી કહે તો ચાલી શકે.
69